કોંગ્રેસના રોડ શો દરમિયાન અભિનેત્રી મહિમા ચૌધરી ઘાયલ

કોંગ્રેસના રોડ શો દરમિયાન અભિનેત્રી મહિમા ચૌધરી ઘાયલ

 • Share this:
  રાજસ્થાનના હનુમાનદઢ જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર માટે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં અભિનેત્રી મહિમા ચૌધરી પણ સામેલ થઇ હતી. આ રોડ શો ભાદરામાં કોંગ્રેસના ઉમેદવાર રફીક મંડેલિયાના પક્ષમાં થઇ રહ્યો હતો.

  રોડ શો દરમિયાન પીકઅપ જીપમાં વધુ લોકો સવાર હોવાને કારણે દુર્ઘટના સર્જાઇ. જીપ તૂટી જતા તેમાં સવાર લોકો નીચે પટકાયા. અભિનેત્રી મહિમાં ચૌધરી પણ આ જીપમાં જ સવાર હતા. ઘટના બાદ તેમને સારવાર અર્થ ખસેડવામાં આવી હતી. જાણકારી પ્રમાણે દુર્ઘટનામાં મહિમા ચૌધરીને સામાન્ય ઇજા પહોંચી છે.  રોડ શોમાં દુર્ઘટના દરમિયાન મહિમા ચૌધરી લોકસભા ચૂંટણીના બીજા ચરણમાં 12 સીટ પર થનારી ચૂંટણી માટે ચૂંટણી પ્રચારનો શનિવારે છેલ્લો દિવસ છે. આથી જ અહીં તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવી ભરપૂર ચૂંટણી પ્રચાર કર્યો હતો.

  અભિનેત્રી અમીષા પટેલ પણ ચૂંટણી પ્રચારમાં જોડાઇ હતી.


  સ્ટાર પ્રચારકોની સભાઓ અને ફિલ્મ સ્ટાર્સના રોડ શોમાં પાર્ટીઓએ ખાસ ધ્યાન આપ્યું છે. ચરુ લોકસભા ક્ષેત્રથી કોંગ્રેસના ઉમેદવાર રફીક મંડેલિયાના સમર્થનમાં મહિમા ચૌધરીની સાથે જ ફિલ્મ સ્ટાર અમીષા પટેલે પણ રોડ શો કર્યો છે. અમીષાએ ચરુના રતનગઢ શહેરમાં રોડ શો કર્યો હતો.
  First published:May 03, 2019, 21:02 pm

  टॉप स्टोरीज