બોકારો: ઝારખંડમાં બોકારો જિલ્લાની હોલીક્રોસ સ્કૂલની સાતમા ધોરણમાં ભણતી શ્રેયસીએ દુધાળા પશુઓના વાયરલ ઈંફેક્શનના કારણે થનારી લમ્પી બિમારીના સારવારની પ્રાકૃતિક રીત શોધી કાઢી છે. કેટલાય દિવસની પોતાની શોધ બાદ શ્રેયસીએ પાન પત્તા, કાળા મરી, ગોળ, મીઠુ અને અન્ય પ્રાકૃતિક વસ્તુઓનું મિશ્રણ કરીને આ બિમારીની સારવાર શોધી કાઢી છે. શ્રેયસીએ જણાવ્યું કે, તેણે આનું સફળ પરીક્ષણ પણ કર્યું અને 15 દિવસની અંદર જ બિમાર જાનવરને સાજા કર્યા છે. તેણે જણાવ્યું છે કે, આ બિમારીની ચપેટમાં આવેલા ઢોરને કષ્ટમાંથી મુક્તિ મળશે. રેલકર્મી રતન કુમાર સિંહ અને ગૃહિણી સ્વર્ણલતા કુમારીની પુત્રી શ્રેયસી આગળ જતાં ઢોર માટે 'નો પ્રોફિટ, નો લોસ' અંતર્ગત ફાર્મસીનું પોતાનું સ્ટાર્ટઅપ વિકસીત કરવા માગે છે.
ડીપીએસ બોકારોમાં 10માં ધોરણના મેઘાવી છાત્ર રુપેશ કુમારે સાઁભળી- બોલી નહીં શકતા લોકોની મદદ માટે ખાસ ટેકનિક પર કામ કર્યું છે. મૂંગા-બહેરાના ઈશારાને અવાજમાં બદલવા માટે ખાસ સોફ્ટવેર તેને કોમ્પ્યુટર કોડિંગની મદદથી તૈયાર કર્યા છે. આ કામમાં તેને લગભગ ત્રણ મહિનાનો સમય લાગ્યો છે. બોકારોના આશાલતા દિવ્યાંગ વિકાસ કેન્દ્રમાં રહેતા દિવ્યાંગોની મુશ્કેલી જોતા આ આઈડિયા તેને આવ્યો હતો. તેનો આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય સ્તર પર બાલ વિજ્ઞાન કોંગ્રેસ માટે પસંદ થઈ ચુક્યો છે. બીએસએલકર્મી રવિશંકર કુમાર તથા બિહારમાં રેવન્યૂ પદાધિકારી સુનિતા કુમાીરીના હોનહાર પુત્ર રુપેશને શરુઆતથી કોડિંગમાં રસ હતો. તે આગળ જતાં એક સફળ કોમ્પ્યુટર એન્જીનિયર બનવા માગે છે.
શિક્ષણ જગતમાં બોકારોનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર રોશન કરનારા બંને સ્ટૂડેન્ટ્સ રુપેશ અને શ્રેયસી નાગપુરમાં આયોજીત 108માં સેશન ઓફ ઈંડિયન સાયન્સ કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. આરટીએમ નાગપુર યુનિવર્સિટીમાં 4 જાન્યુઆરીથી શરુ થતાં ત્રણ દિવસીય રાષ્ટ્રી કિશોર વૈજ્ઞાનિક સંમેલનમાં આ બંને વિદ્યાર્થી સમગ્ર ઝારખંડનું રાષ્ટ્રીય સ્તર પર પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર