બોઇંગને અવકાશમાંથી ઈન્ટરનેટ પ્રદાન કરવા માટે સેટેલાઇટ ગ્રીડ લોન્ચ કરવા યુએસમાં મળી લીલી ઝંડી

અમેરિકાની એક કંપની (American Company) કામ કરી રહી છે, જેને અમેરિકામાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

બોઇંગ (Boeing)ને અવકાશમાંથી ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડતા સેટેલાઇટ લોન્ચ(Satellite Launch) કરવાના પ્રોજેક્ટ માટે યુએસની મંજૂરી મળી ગઈ છે.

  • Share this:
નવી દિલ્હી:  ટેક્નોલોજી જગત (Technology Filed)માં રોજ કંઇક નવુ અનેક યુનિક લાવવાની સ્પર્ધા હવે વિશ્વમાં ઝડપથી વધી રહી છે. તો બીજી તરફ લોકોમાં પણ સતત અપડેટ થયેલી અને નવી ટેક્નોલોજીની માંગ રહે છે. હવે સ્પેસમાંથી ઇન્ટરનેટ (Internet From Space) સુવિધા પૂરી પાડી શકાય તેવા એક પ્રોજેક્ટ પર અમેરિકાની એક કંપની (American Company) કામ કરી રહી છે, જેને અમેરિકામાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

બુધવારે બોઇંગ (Boeing)ને અવકાશમાંથી ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડતા સેટેલાઇટ લોન્ચ(Satellite Launch) કરવાના પ્રોજેક્ટ માટે યુએસની મંજૂરી મળી ગઈ છે. એક નિવેદનમાં ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (FCC) એ જણાવ્યું કે, તેમણે એરોસ્પેસ જાયન્ટ્સ(aerospace giant) માટે ઉપગ્રનું નિર્માણ, જાણવણી અને સંચાલન માટે લાયસન્સ મંજૂર કર્યુ છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ અને સમગ્ર વિશ્વમાં રહેણાંક, વ્યાપારી, સંસ્થાકીય, સરકારી અને વ્યાવસાયિકો માટે બ્રોડબેન્ડ અને કોમ્યુનિકેશન સેવાઓ (broadband and communications services) પૂરી પાડશે.

દુર્ગમ વિસ્તારો સુધી પહોંચશે

જેસિકા રોસેનવૉર્સેલ, FCCના ચેરવુમને જણાવ્યું કે, આવી અધ્યતન બ્રોડબેન્ડ સર્વિસ તેવા વિસ્તારોને જોડવામાં ઉપયોગી સાબિત થશે જ્યાં પહોંચવું લગભગ ખૂબ મુશ્કેલ છે.

આ પણ વાંચો: પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે વ્યૂહરચના બનાવી શકે છે પ્રશાંત કિશોર

147 ઉપગ્રહોને લોન્ચ કરવા રસ્તો સાફ

FCC એ 147 ઉપગ્રહો માટે લીલી ઝંડી આપી હતી, જેમાંથી મોટા ભાગના ઉપગ્રહો નીચી ભ્રમણકક્ષામાં હશે. 132 લગભગ 600 માઇલ (1,000 કિમી)ની ઉંચાઈ પર મૂકી શકે છે અને લગભગ 5 જેટલા ઉપગ્રહ 17,000 અને 27,000 માઇલની વચ્ચેની ઉંચાઇ પર મૂકી શકાય છે. આ સેવા પ્રથમ યુનાઇટેડ સ્ટેટ્સમાં અને પછી વિશ્વભરના ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે.

મલ્ટી-ઓર્બિટ ભવિષ્ય

એરોસ્પેસ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, બોઇંગ સેટેલાઇટ ટેક્નોલોજી માટે મલ્ટી ઓર્બિટ ભવિષ્ય જુએ છે. જેમ જેમ સેટેલાઇટ કોમ્યુનિકેશન્સની માંગ વધતી જાય છે, તેમ ગ્રાહકોની યુનિક માંગને સંતોષવા માટે ઓર્બિટલ રેજીમ્સ અને ફ્રીક્વન્સીઝમાં વિવિધતાની જરૂર પડશે અને અમે વી-બેન્ડને તે વિવિધતા પૂરી પાડવામાં મદદરૂપ પાસા તરીકે જોઈએ રહ્યા છીએ.

આ પણ વાંચો: દિવાળીના દિને પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ભારે ઘટાડો, જાણો તમારા શહેરનો આજનો ભાવ

અન્ય કંપનીઓ પણ છે સ્પર્ધામાં

અન્ય સેટેલાઇટ પ્રોજેક્ટ સ્પર્ધાત્મક કંપનીઓ દ્વારા પહેલાથી જ બહાર પાડવામાં આવી રહ્યા છે. સ્પેસ કંપની સ્પેસએક્સના હેડ અને યુએસ અબજોપતિ એલન મસ્ક, સ્ટારલિંક નેટવર્ક બનાવવા માટે 1,500 થી વધુ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂકી ચૂક્યા છે, જ્યારે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પાસે કુઇપર નામનો આવો જ સમાન પ્રોજેક્ટ છે.
Published by:kuldipsinh barot
First published: