નોઇડા. નોઇડા પોલીસે એસ્કોર્ટ સર્વિસ (Escort service)ની આડમાં દેહવેપાર કરનારી ગેંગનો ખુલાસો કરતાં મંગળવારે યુવતીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. ડેપ્યૂટી પોલીસ કમિશ્નર (ઝોન પ્રથમ) રાજેશ એસ.એ જણાવ્યું કે એસ્કોર્ટ સર્વિસના નામે દેહવેપાર (Body Trade)નો ધંધો કરનારી ગેંગની લીડર રોશની સોની, તેના પતિ દિવ્યાંશ સોની, શરીફા ખાતૂન, મંજૂ અને પ્રમિલાની સેક્ટર 24 પોલીસે ધરપકડ કરી છે. તેઓએ જણાવ્યું કે તેમની પાસેથી પોલીસે ગ્રાહકો પાસેથી લૂંટેલા 3500 રૂપિયા રોકડ, એક વેગનઆર કાર, પાંચ મોબાઇલ ફોન વગેરે જપ્ત કર્યા છે.
ડીસીપીએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે ગેંગની લીડર રોશની મૂળે આસામ (Assam)ની રહેવાસી છે અને તે દિલ્હીમાં રહે છે. રોશની ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ (Online Escort Service) ચલાવે છે. તેઓએ જણાવ્યું કે તેનો મુખ્ય વ્યવસાય સંગઠિત ગેંગ બનાવીને નોઇડા (Noida) અને એનસીઆર (NCR)માં એસ્કોર્ટ સર્વિસ ચલાવીને દેહવેપાર કરાવવો અને ગ્રાહકોને લૂંટી લેવાનો છે.
આ પણ વાંચો, માર્ચમાં કરી રહ્યા છો હનીમૂનનું પ્લાનિંગ, તો ભારતના આ સ્થળોની જરૂર લો મુલાકાત
11 પુરુષો અને 6 યુવતીઓની કરવામાં આવી હતી ધરપકડ
નોંધનીય છે કે, નોઇડામાં આ પ્રકારના મામલા સતત સામે આવી રહ્યા છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં નોઈડા સ્થિત એક સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલા દેહવેપારનો ભાંડો ફુટી ગયો હતો. ત્યારે આ મામલામાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર બૃજનંદન રાયની આગેવાનીમાં પોલીસે સંબંધિત સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો અને ત્યાંથી 11 પુરુષો અને 6 યુવતીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો, એક્ટર સંદીપ નાહરે આત્મહત્યા પહેલા જ ફેસબુક પર VIDEO પોસ્ટ કરી વ્યક્ત કરી હતી પોતાની વેદના
ડેપ્યૂટી પોલીસ કમિશ્નર (ઝોન ત્રણ) રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે સૂચના મળી હતી કે જગત ફાર્મ સ્થિત એક સ્પા સેન્ટરમાં દેહવેપારનો અડ્ડો ચાલી રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે સૂચનાના આધાર પર આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરની આગેવાનીમાં એક પોલીસ ટીમ બનાવવામાં આવી અને સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો. સિંહે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી પોલીસે 11 પુરૂષો (ગ્રાહક) અને 6 યુવતીઓ (કોલ ગર્લ)ની ધરપકડ કરી હતી.
Published by:Mrunal Bhojak
First published:February 17, 2021, 07:55 am