નિતિન અંતિલ, સોનીપતઃ હરિયાણાના સોનીપત જિલ્લામાં સેક્સ રેકેટનો ભાંડો ફુટી ગયો છે. પોલીસ નેશનલ હાઇવે નંબર-44 પર આવેલા પાર્કર મૉલમાં એપલ સ્પા સેન્ટરમાં ચાલી રહેલા દેહવેપારનો પર્દાફાશ થયો છે. સ્પા સેન્ટરમાંથી 8 યુવતીઓ અને 4 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામની વિરુદ્ધ વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસને તમામ યુવક અને યુવતીઓ આપત્તિજનક સ્થિતિમાં મળ્યા.
નોંધનીય છે કે, સોનીપત નેશનલ હાઇવે-44 પર આવેલા પાર્કર મોલમાં સંચાલિત એપલ સ્પા સેન્ટરમાં ઘણા લાંબા સમયથી સ્પાની આડમાં દેહવેપાર ચાલી રહ્યો હતો, જેની ગુપ્ત માહિતી સોનીપત પોલીસને મળી. સોમવારે પોલીસ ટીમ લઈને સ્પા સેન્ટરમાં દરોડો પાડવામાં આવ્યો તો 8 યુવતીઓ અને 4 યુવકો આપત્તિજનક સ્થિતિમાં પકડાયા. તમામની ધરપકડ કરી લેવામાં આવી છે.
તમામ યુવતીઓ દિલ્હીની રહેવાસી છે અને યુવકોમાં 2 સોનીપતના, 1 ઉત્તર પ્રદેશ અને 1 દિલ્હીનો રહેવાસી છે. પોલીસે તમામની વિરુદ્ધ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ મામલાની જાણકારી આપતાં SHO કુંડલી રવિ કુમારે જણાવ્યું કે, એક ખાનગી માહિતીના આધારે પાર્કર મોલમાં એપલ સ્પા સેન્ટરમાં ચાલતા દેહવેપારની જાણ થઈ હતી. તેના આધારે અમે ત્યાં દરોડો પાડ્યો અને ત્યાંથી 8 યુવતીઓ અને 4 યુવકોની ધરપકડ કરી છે. તમામ આપત્તિજનક અવસ્થામાં હતા. આ પણ વાંચો, BSNLના આ સસ્તા રિચાર્જ પ્લાન્સમાં દરરોજ મળે છે 2GB ડેટા, ફ્રી કોલિંગ પણ...
8 યુવતીઓ સહિત 12 લોકોની ધરપકડ
પોલીસે આરોપીઓની વિરુદ્ધ રિપોર્ટ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. પકડાયેલા યુવકોએ જણાવ્યું કે તેઓ દિલ્હીથી દેહવેપાર માટે અહીં યુવતીઓ લઈને આવ્યા હતા. આ કેસમાં 8 યુવતીઓ સહિત કુલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર