કર્ણાટક: સમુદ્રમાં મોટી દુર્ઘટના, બોટ પલટી, 16 શ્રદ્ધાળુનાં મોત

હજુ પણ આ આંકડો વધે તેવી શક્યતા છે, કારણ કે, કેટલાક લાપતા હોવાનું જણાવમાં આવી રહ્યું છે.

હજુ પણ આ આંકડો વધે તેવી શક્યતા છે, કારણ કે, કેટલાક લાપતા હોવાનું જણાવમાં આવી રહ્યું છે.

 • Share this:
  કર્ણાટકના કરવાડમાં સોમવારે સાંજે શ્રાદ્ધાળુઓ ભરેલી એક બોટ સમુદ્રમાં પલટી. આ દુર્ઘટનામાં 16 લોકોના મોત નિપજ્યા છે. હજુ પણ આ આંકડો વધે તેવી શક્યતા છે, કારણ કે, કેટલાક લાપતા હોવાનું જણાવમાં આવી રહ્યું છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, કર્ણાટકના કરવાડા પાસે સમુદ્રમાં નાવમાં બેસી લોકો નરસિમ્હા ઉત્સવ મનાવી આવી રહ્યા હતા, તે સમયે અચાનક શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરેલી બોટ પલટી. જેમાં 16 લોકોના મોત નિપજ્યા છે.

  સ્થાનિક માછીમારોના જણાવ્યા અનુસાર, બોટમાં લગભગ 26 લોકો સવાર હતા. તમામ લોકો નરસિમ્હા ઉત્સવ મનાવવા માટે ગયા હતા, જે ઉત્સવ ખતમ થયા બાદ પાછા ફરી રહ્યા હતા. તે સમયે આ દુર્ઘટના સર્જાઈ છે.

  હાલમાં સ્થાનિક માછીમારો અને કોસ્ટ ગાર્ડના જવાનોએ અત્યાર સુધીમાં 16 લોકોની લાસ શોધી બહાર કાઢી છે. હજુ પણ લાપતા લોકોની શોધ ચાલુ છે.
  Published by:kiran mehta
  First published: