Home /News /national-international /boat capsizes: બ્રહ્મપુત્રા નદીમાં 30 લોકોને લઈને જતી હોડીએ પલટી મારી, અનેક લોકો લાપતા

boat capsizes: બ્રહ્મપુત્રા નદીમાં 30 લોકોને લઈને જતી હોડીએ પલટી મારી, અનેક લોકો લાપતા

બ્રહ્મપુત્રા નદીમાં 30 લોકોને લઈને જતી હોડી પલટી

boat capsizes: આસામના ધુબરી-ફુલબારી પુલ પાસે એક નાની ચેનલ છે. ટીમ લાકડાની બોટ પર ચેનલ પાર કરી રહી હતી, ત્યારે તે કોઈ વસ્તુ સાથે અથડાઈ અને પલટી ગઈ હતી. બોટમાં લગભગ 30 લોકો સવાર હતા, જેમાંથી ઘણા ધુબરી સર્કલ ઓફિસના કર્મચારીઓ હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં અનેક લોકો લાપતા થયા છે, જેને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
ગુવાહાટી: આસામના ધુબરી જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીમાં ગુરુવારે લગભગ 30 લોકોને લઈને જતી એક હોડી પલટી ગઈ હતી. આ ઘટનામાં અનેક લોકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. ધુબરીના ડેપ્યુટી કમિશનર અંબામુથન એમપીએ જણાવ્યું કે, 6-7 લોકો હજુ પણ ગુમ છે.

રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવ કામગીરી:

અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં ધુબરી ઝોનલ ઓફિસર સંજુ દાસ પણ ગુમ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જ્ઞાનેન્દ્ર દેવ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, રેસ્ક્યૂ ટીમે નદીમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.



આ અકસ્માત અંગે માહિતી આપતાં જ્ઞાનેન્દ્ર દેવ ત્રિપાઠીએ જણાવ્યું કે, ધુબરી-ફુલબારી પુલ પાસે એક નાની ચેનલ છે. ટીમ લાકડાની બોટ પર ચેનલ પાર કરી રહી હતી, ત્યારે તે કોઈ વસ્તુ સાથે અથડાઈ અને પલટી ગઈ હતી. બોટમાં લગભગ 30 લોકો સવાર હતા, જેમાંથી ઘણા ધુબરી સર્કલ ઓફિસના કર્મીઓ હતા. કેટલાક લોકો કે, જેઓ તરવાનું જાણતા હતા તેઓને બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની ટીમોને શોધ અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.
First published:

Tags: Accident News, Assam Boat Accident, People died