Home /News /national-international /હરિયાણા: ધોરણ 10-12ની પરીક્ષાની તૈયારી માટે મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારમાંથી વાગશે સવારે એલાર્મ

હરિયાણા: ધોરણ 10-12ની પરીક્ષાની તૈયારી માટે મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારમાંથી વાગશે સવારે એલાર્મ

board exam

રાજ્યના શિક્ષણ વિભાગથી સંબંધિત સ્કૂલ અધિકારીઓને પણ કહેવાયું છે કે, તે માતા-પિતાને પોતાના બાળકોને સવારે 4.30 કલાકે ઉઠી જવાનું કહે. જેથી સવારના સમયનો ઉપયોગ કરીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Chandigarh, India
ચંડીગઢ: આગામી માર્ચમાં યોજાઈ રહેલી બોર્ડ પરીક્ષાને ધ્યાને રાખતી સ્કૂલોમાં પાસીંગ ટકાવારી સુધારવા માટે હરિયાણા સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વહેલા ઉઠાવવા માટે મંદિરો અને મસ્જિદો તથા ગુરુદ્વારોમાંથી એલાર્મ વગાડવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: હવામાન: ઉત્તર ભારતમાં શીતલહેર છવાઈ, આટલા રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

રાજ્યના શિક્ષણ વિભાગથી સંબંધિત સ્કૂલ અધિકારીઓને પણ કહેવાયું છે કે, તે માતા-પિતાને પોતાના બાળકોને સવારે 4.30 કલાકે ઉઠી જવાનું કહે. જેથી સવારના સમયનો ઉપયોગ કરીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકે. તમામ સરકારી સ્કૂલોના આચાર્યને મોકલેલા પત્રમાં આ વાતનો ઉલ્લેખ કરીને ભાર આપવામાં આવ્યો છે. જેને લઈને વાલીઓ અને શિક્ષકો સાથે મળીને કોઈ સારો પ્લાન બનાવી શકે. જેથી વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની તૈયારી માટે વધારે સમય મળી શકે.

આ પણ વાંચો: 40 કરોડ યુઝર્સના ટ્વિટર ડેટા લીક થયો, સબૂત તરીકે સલમાન ખાન, WHO અને NASAના ડેટા મોકલ્યા

તેમાં કહેવાયું છે કે, શિક્ષક વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ પુછપરછ કરીને વિદ્યાર્થીઓને જગાડી શકશે અને અભ્યાસ કરે છે કે નહીં તે જાણી શકશે. પત્રમાં કહેવાયુ છે કે, જો વાલી સહયોગ નથી કરતા તો, સ્કૂલ મેનેજમેન્ટ સમિતિ આ વાતને ધ્યાને લેશે.
First published:

Tags: Board Examinations, Haryana News