પંચકુલા : હરિયાણાના (haryana)પંચકુલા (panchkula)જિલ્લામાં એક ચાલું કારમાં બીએમડબલ્યુ કારમાં (BMW Car fire)અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટના જિલ્લાના સકેતડી ગામ પાસે બની હતી. કારમાં સવાર બે લોકો કારમાંથી બહાર આવી ગયા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો. કારના (BMW Car)માલિક અને સ્થાનીય લોકોએ આ વિશેની સૂચના ફાયર બ્રિગ્રેડ (Fire Brigade)વિભાગને આપી હતી. સૂચના મળતા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં આગ એટલી બધી ફેલાઇ ગઈ હતી કે જેના કારણે એન્જીન, આગળના ટાયર, ડેશ બોર્ડ, બમ્પર સહિત આગળનો ભાગ બળીને રાખ થઇ ગયો હતો.
જે સમયે આ ઘટના બની તે સમયે કારમાં બે લોકો સવાર હતા. કારના બોનેટમાં ધુમાડો નીકળતા જોઇને બન્ને બહાર આવી ગયા હતા. આ પછી ગાડીમાં આગની જ્વાળા ઉઠવા લાગી હતી. તેના પર ગાડી માલિક અનિલ અને સ્થાનીય લોકોએ તરત મામલાની સૂચના પોલીસ અને ફાયર બ્રિગેડને આપી હતી. સ્થળ પર પહોંચીને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવી લીધો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના મતે દિલ્હીના નિવાસી અનિલ કુમાર સકેતડીમાં જમીન જોવા માટે આવ્યા હતા. સકેતડી આવ્યા પહેલા તેમણે સુખના લેકની નજીક કોઇ પેટ્રોલ પંપ પર કારની ટાંકી ફૂલ કરાવી હતી. સકેતડી પહોંચતા જ કારના એન્જીનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.
કાર ચાલકે બહાર નીકળીને કારનું બોનેટ ખોલ્યું તો એન્જીનમાં આગ લાગી હતી. કાર ચાલકે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો પણ આગ ઓલવાઇ ન હતી. પોલીસનું કહેવું છે કે આગ કેવી રીતે લાગી તે વિશે જાણ થઇ નથી. હાલ આ વિશે તપાસ ચાલી રહી છે. શરૂઆતની તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ બતાવવામાં આવી રહ્યું છે.
ચીનનું Boeing 737 વિમાન ક્રેશ, 133 યાત્રીઓ હતા સવાર
ચીનમાં એક મોટી વિમાન દુર્ઘટના (Plane Crash in China) થઈ છે. ચીનનું બોઈંગ 737 (Boeing 737 ) એરક્રાફ્ટ ક્રેશ થયું છે. અકસ્માત સમયે બોઇંગ 737માં કુલ 133 મુસાફરો સવાર હતા. ચીનના મીડિયા અનુસાર, આ દુર્ઘટના દક્ષિણ ચીન સાગરમાં થઈ હતી. હજુ સુધી આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી બહાર આવી નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર