BMC જોઇન્ટ કમિશ્નર પાણીના બદલે હેન્ડ સેનિટાઇઝર પી ગયા, સામે આવ્યો VIDEO

BMC જોઇન્ટ કમિશ્નર પાણીના બદલે હેન્ડ સેનિટાઇઝર પી ગયા (Photo- ANI Videograb)

આ ઘટના ત્યારે બની જ્યારે બીએમસીના જોઇન્ટ કમિશ્નર બજેટ રજુ કરવા જઈ રહ્યા હતા

  • Share this:
    મુંબઈ : બ્રુહદમુંબઈ મ્યુનસિપલ કોર્પોરેશનના જોઇન્ટ (Brihanmumbai Municipal Corporation)કમિશ્નર રમેશ પવારે બુધવારે ભૂલથી પાણીના બદલે હેન્ડ સેનિટાઇઝર (Hand Sanitiser)પી લીધું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે બીએમસીના જોઇન્ટ કમિશ્નર બજેટ રજુ કરવા જઈ રહ્યા હતા. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં રમેશ પવાર હેન્ડ સેનિટાઇઝર પીતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન લોકો તેમને રોકવા માટે આવે છે. જોકે ત્યાં સુધી તેમણે એક ઘૂંટડો ભરી લીધો હતો. જોકે તેમને ખબર પડતા જ તે તેનો કોગળો કરી નાખે છે. ત્યાં હાજર રહેલા લોકો તેમને પાણીની બોટલ આપે છે. આ પછી તે કોગળા કરવા માટે જાય છે.

    ઘટના પછી રમેશ પવારે એએનઆઈને જણાવ્યું હતું કે મેં વિચાર કર્યો કે હું મારું બજેટ ભાષણ શરૂ કરતા પહેલા પાણી પી લઉ, તેથી મેં બોટલ ઉઠાવી હતી અને પીધી હતી. ત્યાં પાણી અને સેનિટાઇઝર બંનેની બોટલો રાખવામાં આવેલી હતી, જે દેખાવમાં એક જેવી જ હતી. જેવી મેં પીવાનો પ્રયત્ન કર્યો તો મને મારી ભૂલ સમજાઈ હતી અને મે તેને ગળેથી ઉતાર્યું ન હતું.

    આ પણ વાંચો - 31 લાખ ખર્ચ કરી પત્નીને મોકલી કેનેડા, ત્યાં પહોંચીને પત્નીએ પતિને કહ્યું- ફોન કર્યો તો કેસ કરી નાખીશ



    મહારાષ્ટ્રમાં સોમવારે હેન્ડ સેનિટાઇઝર પીવા સંબંધિત એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. યવતમાલ જિલ્લામાં 12 બાળકોને પોલિયોને બદલે હેન્ડ સેનિટાઇઝર પીવા માટે આપી દીધું હતું. બાળકોની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.

    યવતમાલના કલેક્ટર એમડી સિંહે કહ્યું હતું કે આ ઘટના રવિવારે કાપસીકોપરી દામના ભાનબોરા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં બની હતી. જ્યાં એકથી પાંચ વર્ષના બાળક માટે પોલિયોનું ટિકાકરણ અભિયાન ચાલી રહ્યું હતું. આ ઘટનાની તપાસ પૂરી કરી લેવામાં આવી છે.
    Published by:Ashish Goyal
    First published: