Home /News /national-international /BLUESKY: ટ્વિટરના પૂર્વ CEO જેક ડોર્સીએ લોન્ચ કર્યું ટ્વિટરનું વિરોધી પ્લેટફોર્મ Bluesky, પોતાના જ ભાઈબંધ સાથે હરીફાઈ

BLUESKY: ટ્વિટરના પૂર્વ CEO જેક ડોર્સીએ લોન્ચ કર્યું ટ્વિટરનું વિરોધી પ્લેટફોર્મ Bluesky, પોતાના જ ભાઈબંધ સાથે હરીફાઈ

bluesky Jack Dorsey

BLUESKY: એલન મસ્કનાં મિત્ર અને ટ્વિટરનાં પૂર્વ CEO જેક ડોર્સીએ હવે ટ્વિટરનો વિકલ્પ દુનિયા સામે રજૂ કર્યો છે. માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ BlueSky એપ સ્ટોર પર ફકત Invite-Only Beta તરીકે ઉપલબ્ધ છે.

BLUESKY JACK DORSEY: નવા માલિક મસ્કના તાબા હેઠળના ટ્વિટરના નવા CEO તરીકે ટ્વિટર સાથે ફરી જોડાવા અંગેની તમામ અટકળોનો અંત લાવતા જેક ડોર્સીએ હવે ટ્વિટરનો વિકલ્પ દુનિયા સામે રજૂ કર્યો છે. નવેમ્બર 2021માં ટ્વિટરના સીઈઓ તરીકે પદ પરથી રાજીનામું આપનાર ડોર્સીનું ટ્વિટરના નવા ચીફ એલન મસ્ક સાથેની વધતી જતી મિત્રતાને પગલે ટ્વિટર પર પાછા ફરવાની અફવા ફેલાઈ હતી. જોકે હવે સ્થિતિ એમ છે કે મસ્ક તેમના સાથી નહીં પરંતુ સ્પર્ધક તરીકે જોવા મળી શકે છે. ટ્વિટરની બ્લુનેસ જાળવી રાખનાર જેક ડોર્સીનું Bluesky હવે ટેસ્ટિંગ ફેઝમાં Apple App Store પર ઉપલબ્ધ છે.

ટેકક્રંચના અહેવાલ અનુસાર, આગામી માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ BlueSky એપ સ્ટોર પર ફકત Invite-Only Beta તરીકે ઉપલબ્ધ છે. આ સંકેત છે કે એપ જલદી જ સાર્વજનિક પ્લેટફોર્મ તરીકે લોન્ચ થશે. બ્લુસ્કાયએ ગત વર્ષે ઑક્ટોબરમાં એપને પાવર કરતા પ્રોટોકોલ વિશે વિગતો રજૂ કરતો એક બ્લૉગ શેર કર્યો હતો.

બ્લુસ્કાયને નવા ડિસેન્ટ્રલાઈઝ સોશિયલ મીડિયા પ્રોટોકોલ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતુ. તેમ બ્લોગમાં જણાવાયું હતુ કે, "બ્લુસ્કાય એક સોશિયલ પ્રોટોકોલ ઉભું કરવા માટે બનાવવામાં આવ્યું હતું. વસંતઋતુમાં અમે પ્રોટોકોલનું પ્રથમ પુનરાવૃત્તિ "ADX" રજૂ કર્યું. ઉનાળામાં અમે ADXની ડિઝાઇન સુધારી અને સરળ બનાવી અને આજે અમે શું આવનાર છે તેનું પૂર્વાવલોકન શેર કરી રહ્યા છીએ."

પ્રોટોકોલ એટલે ઉપકરણો અથવા સોફ્ટવેર એકબીજા સાથે વાતચીત કરવાની રીતને નિયંત્રિત કરવાનાઅ મુખ્ય નિયમો અથવા ધોરણોનો સમૂહ છે. આ કિસ્સામાં પ્રોટોકોલ વ્યાખ્યાયિત કરશે કે બ્લુસ્કાયનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અથવા યુઝર્સ એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરશે.

આ પણ વાંચો: ગજબ! હજારો કિમી દૂર બેઠેલી પ્રેમિકાને કરો ચુંબન! ચાઇનીઝ વિદ્યાર્થીઓ તો નવુ લાયા!

એપ ઇન્ટેલિજન્સ ફર્મ data.ai મુજબ, બ્લુસ્કાય એપ 17 ફેબ્રુઆરીએ રીલિઝ કરવામાં આવી હતી અને ટેસ્ટિંગ માટે 2000થી વધુ ઇન્સ્ટોલ થયા છે. તે યુઝર ઈન્ટરફેસના સંદર્ભમાં પણ ટ્વિટર જેવું જ છે. ટ્વિટર પૂછે છે "શું થઈ રહ્યું છે?", બ્લુસ્કાય પૂછે છે "શું ચાલી રહ્યું છે?"



રિપોર્ટ્સ અનુસાર, "ટ્વિટરની જેમ જ બ્લુસ્કાય યુઝર્સ એકાઉન્ટને બ્લોક, શેર અને મ્યૂટ કરી શકે છે. જોકે યુઝર્સ પાસે હજી સુધી લોકોને લિસ્ટમાં ઉમેરવાનો વિકલ્પ નથી. આ સિવાય યુઝર્સને "Who to Follow"ના સૂચનો મળે છે. બીજી ટેબ તમને નોટિફિકેશન બારમાં લઈ જશે, જેમાં ટ્વિટરની જેમ જ લાઈક્સ, રિપોસ્ટ, ફોલો અને રિપ્લાયનો સમાવેશ થાય છે. જોકે ટ્વિટર માફક ડોર્સીના આ પ્લેટફોર્મમાં હજી સુધી કોઈ DMનો વિકલ્પ નથી."
First published:

Tags: Elon musk, Social media, Twitter