ખેડૂત આંદોલનની આગળની બ્લૂ પ્રિન્ટ તૈયાર, સરકાર સાથે આ 4 મુદ્દાઓ પર થશે વાતચીત

ખેડૂત આંદોલનની આગળની બ્લૂ પ્રિન્ટ તૈયાર, સરકાર સાથે આ 4 મુદ્દાઓ પર થશે વાતચીત
ખેડૂત સંગઠનોએ મોદી સરકારને 29 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે મંત્રણા કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે

ખેડૂત સંગઠનોએ મોદી સરકારને 29 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે મંત્રણા કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે

 • Share this:
  નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા (New Agricultural Laws)ને લઈ દિલ્હી (Delhi)ની અલગ-અલગ સરહદ પર છેલ્લા 31 દિવસથી ખેડૂતો વિરોધ પ્રદર્શન (Farmers Protest) કરી રહ્યા છે. આ દરમિયાન, દિલ્હીના સિંઘુ બોર્ડર પર શનિવારે ખેડૂત સંગઠનોની બેઠક યોજાઈ, જેમાં સરકારના પ્રસ્તાવ પર નિર્ણય લેતાં આગળની વાતચીત પર સહમતિ સધાઈ ગઈ. ખેડૂત સંગઠનો તરફથી 29 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે મંત્રણાનો પ્રસ્તાવ મોકલ્યો છે. ખેડૂત સંગઠનોએ મંત્રણાની પહેલા જ આંદોલનની આગળની રણનીતિ તૈયાર કરી દીધી છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જો સરકારે તેમની માંગો ન માની તો તેઓ વિરોધ પ્રદર્શનને વધુ આગળ લઈ જશે.

  ખેડૂત સંગઠનોએ આંદોલન તેજ કરવાની રૂપરેખાની ઘોષણા કરતાં જણાવ્યું કે 30 ડિસેમ્બરે દિલ્હીની તમામ બોર્ડર પર ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે. ટ્રેક્ટર માર્ચ ટિકરી બોર્ડરથી હરિયાણા-રાજસ્થાન બોર્ડર શહાજહાંપુર સુધી યોજવામાં આવશે. ત્યારબાદ દેશમાં જિલ્લા અને તાલુકા સ્તર પર કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોને એકજૂત કરવાની મુહિમ શરુ કરવામાં આવશે. ખેડૂત 27 અને 28 ડિસેમ્બરે દિલ્હીના અલગ-અલગ બોર્ડર પર શહીદી દિવસ ઉજવશે.  આ પણ વાંચો, PM મોદીનો સવાલ- કૃષિ કાયદાઓમાં ખોટું શું છે? ખેડૂતોને મળી રહ્યા છે આટલા અધિકાર

  સંયુક્ત કિસાન મોર્ચાએ જાહેર કર્યો બેઠકનો એજન્ડા

  1. ત્રણ કેન્દ્રીય કૃષિ કાનૂનોને રદ/નિરસ્ત કરવા માટે અપનાવવામાં આવતી ક્રિયાવિધિ (Modalities).
  2. બધા કિસાનો અને કૃષિ વસ્તુઓ માટે રાષ્ટ્રીય કિસાન આયોગ દ્વારા ભલામણ કરેલ લાભદાયક MSPની કાનૂની ગેરન્ટી આપવાની પ્રક્રિયા અને પ્રાવધાન.
  3. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને આસપાસના ક્ષેત્રોમાં વાયુ ગુણવત્તા પ્રબંધન માટે આયોગ અધ્યાદેશ 2020માં એવા સંશોધન જે અધ્યાદેશના દંડ પ્રાવધાનોથી ખેડૂતોને બહાર કરવાની જરૂર છે.
  4. કિસાનો માટે હિતોની રક્ષા માટે વિદ્યુત સંધોધન વિધેયક 2020ના ટ્રાફ્ટમાં જરૂરી ફેરફાર.

  આ પણ વાંચો, સંગીતના તાલે નાચ્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું- બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ

  સંયુક્ત કિસાન મોર્ચાએ સરકારને લખેલા પત્રમાં કહ્યું કે 24 ડિસેમ્બરે તમારો લેટર મળ્યો છે. અફસોસ છે કે આ ચિઠ્ઠીમાં પણ સરકારે પાછલી બેઠકોના તથ્યોને છીપાવીને જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે. અમે દરેક વાતચીતમાં હંમેશા ત્રણ કેન્દ્રીય કૃષિ કાનૂનોને રદ કરવાની માંગણી કરી છે. સરકારે તેને તોડી-મરોડીને રજુ કર્યું છે. તમે તમારી ચિઠ્ઠીમાં કહો છો કે સરકાર કિસાનોની વાતને આદરપૂર્વક સાંભળવા માંગે છે. તમે સાચે જ આમ ઇચ્છો છો તો સૌથી પહેલા વાતચીતમાં અમે કયા મુદ્દા ઉઠાવ્યા હતા, તેના વિશે ખોટા નિવેદનો ના કરો અને આખા સરકારી તંત્રનો ઉપયોગ કરીને ખેડૂતો સામે દુષ્પ્રચાર બંધ કરો.
  Published by:Mrunal Bhojak
  First published:December 27, 2020, 09:36 am

  ટૉપ ન્યૂઝ