Jeff Bezos ત્રણ સાથીઓ સાથે અંતરિક્ષની યાત્રા કરી ધરતી પર પાછા ફર્યા, જુઓ આ ઘટનાનો Video

Jeff Bezos ત્રણ સાથીઓ સાથે અંતરિક્ષની યાત્રા કરી ધરતી પર પાછા ફર્યા

jeff bezos space tour- એવું પ્રથમ વખત છે જ્યારે પોતાના ખર્ચે સિવિલ પેસેન્જર્સને એક પ્રાઇવેટ રોકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા

  • Share this:
    નવી દિલ્હી : અમેઝોનના (Amazon)સંસ્થાપક જેફ બેજોસ (Jeff Bezos) પોતાના ત્રણ સાથીઓ સાથે અંતરિક્ષની યાત્રા કરીને ધરતી પર પરત ફર્યા છે. બેજોસે આ મોમેન્ટને સ્પેસ ટૂરિઝમને વધારવા માટે પ્રમોટ કર્યું છે. એવું પ્રથમ વખત છે જ્યારે પોતાના ખર્ચે સિવિલ પેસેન્જર્સને એક પ્રાઇવેટ રોકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય સમય પ્રમાણે ટેક ઓફનો સમય સાંજે 6.30 વાગ્યાનો હતો. આ સ્પેસક્રાફ્ટ થોડા સમય પહેલા જ ધરતી પર પરત ફર્યું છે.

    એવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઇ વ્યક્તિને અમેઝોનના સંસ્થાપકની પ્રાઇવેટ સ્પેસ કંપની બ્લૂ ઓરિજિનના (Blue Origin) બનાવેલા અંતરિક્ષ યાન પર સવાર કરવામાં આવ્યા. બ્લૂ ઓરિજિને આ પહેલા અંતરિક્ષમાં 15 સફળ માનવરહિત મિશન મોકલ્યા હતા. બેજોસ સાથે આ ફ્લાઇટમાં બીજા ત્રણ લોકો મોકલ્યા હતા. જે ન્યૂ શેફર્ડ ક્રૂનો ભાગ હતા. જેમાં બેજોસના ભાઈ માર્ક બેજોસ, એક 82 વર્ષીય પાયલટ અને એશિયન સિક્યોરિટી ઇનેવેસ્ટિગેટર વેલી ફંક અને 18 વર્ષીય ઓલિવર ડેમેન સામેલ હતા.

    આ પણ વાંચો - દક્ષિણ આફ્રિકામાં ભભૂકેલી હિંસામાં ભારતીયો શા માટે બની રહ્યા છે શિકાર?

    એલન મસ્કે પાઠવી શુભકામના

    એલન મસ્કે જેફ બેજોસ અને તેના સાથી મિત્રોને અંતરિક્ષની યાત્રા માટે શુભકામના પાઠવી છે. મસ્કે બ્લૂ ઓરિજિનના એક ટ્વિટ પર "Best of luck tomorrow!" કોમેન્ટ કરી હતી. બેજોસની આ આખી યાત્રાને ટેક ઓફના 90 મિનિટ પહેલા લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું. તેને www.blueorigin.com અને https://www.youtube.com/channel/UCVxTHEKKLxNjGcvVaZindlg પર જોઇ શકાય છે.


    બેજોસની કંપની બ્લૂ ઓરિજિનની ફ્લાઇટ અમેરિકામાં વેસ્ટ ટેક્સાસમાં એક દૂર લોકેશનથી ટેક ઓફની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટેક્સાસના ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે સ્ટેટ હાઇવે 54ને બંધ કરવાની તૈયારી પહેલા જ કરી લીધી હતી.
    Published by:Ashish Goyal
    First published: