Blue Moon 2020 : આજે હેલોવીનની રાત્રે બ્લુ મૂન (Blue Moon) જોવાના સાક્ષી તમે પણ બની શકો છો. આ દુર્લભ સંયોજ આજે થવાનો છે. જ્યારે આકાશમાં વાદળ રંગનો ચંદ્ર જોવા મળશે. લોકો આ અદ્ભુત ક્ષણના સાક્ષી બનવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે 'બ્લુ મૂન' એક અદ્દભૂત ખગોળીય આકાશીય ઘટના છે. કેવી રીતે સફેદ ચંદ્ર બ્લૂ દેખાય તે વિષે વિગતવાર વાંચો અહીં.
બ્લૂ મૂન 31મી ઓક્ટોબરમાં ભારતમાં આજ રોજ રાત્રે 8.19 વાગ્યે આકાશમાં દેખાશે. આ સાથે જ આ નજરો, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ અને એશિયાના મોટાભાગના લોકો જોઇ શકશે. તમે ઓનલાઇન પણ 'બ્લુ મૂન' ની આ અદભૂત ખગોળીય ઘટનાના સાક્ષી બની શકો છો. તમારે બસ ઇન્ટરનેટ, કમ્પ્યુટર, ટેબ્લેટ અથવા સ્માર્ટફોનની જરૂર છે. બ્લુ મૂનનું લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે નીચેની લિંકને ક્લિક કરો:
https://www.virtualtelescope.eu/webtv/
શું છે બ્લૂ મૂન?
બ્લુ મૂન એક અસામાન્ય ઘટના છે જે દર બે કે ત્રણ વર્ષે જોવા મળે છે પરંતુ વર્ષ 2020માં તમે જે બ્લૂ મૂન દેખશો તેને ફરી વાર જોવા માટે હવે તમારે 2039 સુધી રાહ જોવી પડશે. 'બ્લુ મૂન' નામો અર્થ થાય છે વાદળી ચંદ્ર. આ એક દુર્લભ નજરો છે. અને આ કારણે તેની આટલો ખાસ માનવામાં આવે છે.
નાસાથી મળેલી માહિતી મુજબ, મોટાભાગના બ્લૂ મૂન પીળા અને સફેદ રંગના દેખાય છે, પરંતુ આ ચંદ્ર અત્યાર સુધીમાં જોવામાં આવેલા બધાથી બ્લૂ મૂનથી અલગ હશે. બીજા પૂર્ણ ચંદ્રમાં જેમ તેના ભૌતિક ગુણધર્મો (આકાર-પ્રકાર) બદલાવ નથી થતો. પણ તેનો રંગ બદલાવવા પાછળ કારણ છે. નાસાએ કહ્યું કે કેટલીકવાર બ્લુ મૂન જોવું સામાન્ય વાત છે પરંતુ તેની પાછળનું કારણ અલગ છે.
વાતાવરણીય પરિસ્થિતિઓને લીધે તે વાદળી દેખાય છે. ત્યારે આ આકાશી નજરો આજે પરિવાર સાથે જોવાનું ચૂકતા નહીં. કારણ કે આજે નહીં તો તમારે આ માટે 2039 સુધી રાહ જોવી પડશે. (અસ્વીકરણ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી, સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી આની પુષ્ટિ કરતી નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)