Home /News /national-international /રાજસ્થાનમાં જમીન માટે એક જ પરિવારના 4 લોકોને ગાડીથી કચડી નાખવામાં આવ્યા, 3ના મોત

રાજસ્થાનમાં જમીન માટે એક જ પરિવારના 4 લોકોને ગાડીથી કચડી નાખવામાં આવ્યા, 3ના મોત

નાગૌરમાં બનેલી ઘટનામાં ચોથી વ્યક્તિની સ્થિતિ પણ હાલ ગંભીર છે.

નાગૌર જિલ્લાના ખીંવસર વિસ્તારના કુડછી ગામમાં જમીન વિવાદોને લઈને બુધવારે સાંજે એક જ પરિવારના 4 લોકોને કચડી નાંખવામાં આવ્યા છે. આ પૈકીના ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે. હાલ પોલીસ આરોપીઓને શોધી રહી છે. જોકે અત્યાર સુધીમાં તેમને આરોપીઓની કોઈ જ ભાળ મળી નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

વધુ જુઓ ...
નાગૌર: નાગૌર જિલ્લાના ખીંવસર વિસ્તારના કુડછી ગામમાં જમીન વિવાદોને લઈને બુધવારે સાંજે એક જ પરિવારના 4 લોકોને કચડી નાંખવામાં આવ્યા છે. આ પૈકીના ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે. હાલ પોલીસ આરોપીઓને શોધી રહી છે. જોકે અત્યાર સુધીમાં તેમને આરોપીઓની કોઈ જ ભાળ મળી નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ઘાયલોને સામુહિક કેન્દ્ર પર લાવવામાં આવ્યા હતા

પોલીસના જણાવ્યા અનુસાર ઘટના ખીંવસર વિસ્તારમાં કુડછી-ઈસરનાવડ માર્ગ પર બુધવારે સાંજે લગભગ સાત વાગ્યે બની હતી. અહીં જૂની અદાવતના પગલે કેટલાક લોકોએ ખેતરમાં કામ કરી રહેલી મહિલાઓ અને પુરુષો પર ગાડી ચઢાવીને તેમને કચડી નાંખ્યા હતા. પરિવારના સભ્યો ઘાયલોને ખીંવસર સામુહિક કેન્દ્ર પર લઈ આવ્યા હતા. જ્યાં ડોકટરે બેને મૃત જાહેર કર્યા હતા. બે ગંભીર ઘાયલોને પ્રાથમિક ઉપચાર પછી જોધપુર ખાતે રેફર કરવામાં આવ્યા હતા. આ પૈકીના એક ઘાયલનું જોધપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

પોલીસ અધિક્ષક સહિત અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

ઘટના પછી પોલીસ અધિક્ષક રામમૂર્તિ જોશી સહિત અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે ઘટનાની સમગ્ર માહિતી લીધી હતી. આ દરમિયાન ઘટનાની માહિતી મળતા જ ખીંવસર પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં મન્નીરામ બાબરી અને પૂજા પત્તી પૂર્ણ બાવરીનું શબ હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યું છે. આ સિવાય ગંભીર રીતે ઘાયલ થયેલા મુકેશ બાવરી અને ગેકુ દેવી પત્તી ભગવાના રામને જોધપુરમાં રેફર કરવામાં આવ્યા હતા. ત્યાં મુકેશનું મૃત્યુ થયું હતું. તેનું શબ અહીં હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યું છે.

જમીન વિવાદના પગલે થઈ હત્યા

પોલીસની પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે ઘટનાનું મૂળ કારણ જમીન વિવાદ છે. જમીન વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે ઘણા સમયથી ઝધડા થતા હતા. બુધવારે એક પક્ષ તરફથી વાડ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બંને પક્ષના લોકો અહીં પહોંચ્યા હતા. એમ કહેવાઈ રહ્યું છે કે તેમણે વાડ કરી રહેલી એક યુવતી સાથે છેડછાડ કરી હતી. તે પછીથી મામલો વધ્યો હતો. પછીથી બીજા પક્ષે તેમને પર ગાડી ચઢાવીને તેમને કચડી નાંખ્યા હતા.
First published:

Tags: Land dispute, Rajasthan news, Rajasthan police

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો