Home /News /national-international /આ છે દુનિયાનું સૌથી અનોખું ઝાડ, કાપશો તો નીકળશે માણસની જેમ લોહી, લોકો માને છે ચમત્કાર

આ છે દુનિયાનું સૌથી અનોખું ઝાડ, કાપશો તો નીકળશે માણસની જેમ લોહી, લોકો માને છે ચમત્કાર

bloodwood tree

બ્લડવુડ ટ્રીનું નામથી ફેમસ આ ઝાડને કિઆટ મુકવા અથવા મુનિંગા પણ કહેવાય છે. તેનું સાયંટિફિક નામ 'સેરોકારપસ એંગોલેનસિસ' છે. આ ઝાડ મોઝામ્બિક, નામીબિયા, તંજાનિયા અને ઝિમ્બાબ્વે જેવા દેશોમાં જોવા મળે છે.

દુનિયા કેટલી વિચિત્ર છે, તેનો અંદાજ આપ ફક્ત માણસને જોઈને જ નહીં, પણ જાનવર અને ઝાડ-છોડને જોઈને પણ લગાવી શકો છો, દરેક જીવમાં કંઈકને કંઈક અનોખુ અને ખાસ હોય છે, જે આપણને ચોંકાવે છે. આજે અમે ઝાડ-છોડ સાથે જોડાયેલ એક ચોંકાવનારી વાત કરવાના છીએ. આપે ધ્યાન આપ્યું હશે કે, જ્યારે પણ આપ કોઈ છોડ અથવા ઝાડને કાપો છો, તો અંદરથી અજીબોગરીબ પદાર્થ નીકળે છે. કેટલાયમાં આ પદાર્થ સફેદ રંગનો હોય છે, જેને બાળકો દૂધ સમજી લે છે, તો વળી કેટલાય ઝાડમાં ગુંદર જેવો પદાર્થ નીકળતો હોય છે, પણ દુનિયામાં એક એવું પણ ઝાડ છે, જેને કાપવાથી માણસના લોહી જેવો પદાર્થ નીકળે છે.

આ પણ વાંચો:  VIDEO: વિજળી ખાતાની કરતૂત, થાંભલા ન મળ્યા તો ઝાડની સુકી ડાળીઓ પરથી તાર પસાર કર્યાં

જ્યારે માણસને વાગે છે અથવા તો કોઈ ઈજા થાય છે , તો ત્યાંથી લોહી નીકળવા લાગે છે, પણ દુનિયામાં એક એવું પણ ઝાડ છે, જેની અંદરથી માણસોની જેમ લાલ લોહી નીકળે છે, આ જાણીને આપને અજીબ લાગશે, પણ તે સત્ય છે કે, આ ઝાડ દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે, તસ્વીરમાં આપ જોઈ શકશો કે ઝાડમાંથી લાહીની માફક લાલ લિક્વિડ નીકળે છે, તો શું વાસ્તવમાં ઝાડની અંદર માણસોની માફક લોહી હોય છે.

બ્લડવુડ ટ્રી છે ઝાડનું નામ


બ્લડવુડ ટ્રીનું નામથી ફેમસ આ ઝાડને કિઆટ મુકવા અથવા મુનિંગા પણ કહેવાય છે. તેનું સાયંટિફિક નામ 'સેરોકારપસ એંગોલેનસિસ' છે. આ ઝાડ મોઝામ્બિક, નામીબિયા, તંજાનિયા અને ઝિમ્બાબ્વે જેવા દેશોમાં જોવા મળે છે. ફક્ત ઝાડને કાપવા પર જ નહીં, જો તેની ડાળ તૂટી જાય તો, તેમાંથી પણ લોહી નીકળે છે, આપને જણાવી દઈએ કે, આ માણસ જેવું લોહી નથી, પણ એક પ્રવાહી છે.

આ પણ વાંચો:  ઝાડ સાથે બાંધી યુવકને ઢોર માર મારવામાં આવ્યો જ્યાં સુધી તે મરી ન ગયો, બાંધેલી હાલતમાં લાશ મળી

ઝાડને લોકો કહે છે ચમત્કારી


આ ઝાડને લોકો ચમત્કારી કહે છે કેમ કે તેની મદદથી દવાઓ બને છે, એટલું જ નહીં ઝાડ દ્વારા લોહી સાથે જોડાયેલી બિમારીઓને ઠીક કરી શકાય છે. દાદર, આંખો સાથે જોડાયેલી સમસ્યા, પેટની બિમારી, મલેરિયા અથાવ ગંભીર ઈજાને ઠીક કરવાની શક્તિ ધરાવે છે. ઝાડની લંબાઈ 12થી 18 મીટર સુધી હોય છે. આપને જણાવી દઈએ કે, આ ઝાડના લાકડા ખૂબ જ કીંમતી હોય છે અને મોંઘા હોય છે,જેનું ફર્નિચર વગેરે બનાવામાં આવે છે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો