સોનભદ્ર નરસંહાર : 90 વીઘા જમીન માટે 10 લોકોને ઢાળી દીધા

News18 Gujarati
Updated: July 18, 2019, 10:10 AM IST
સોનભદ્ર નરસંહાર : 90 વીઘા જમીન માટે 10 લોકોને ઢાળી દીધા
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો.

ઉત્તર પ્રદેશ સોનભદ્ર નરસંહારમાં બિહાર કેડરના એક IAS અધિકારીની પણ સંડોવણી સામે આવી રહી છે.

  • Share this:
ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઘોરાવલ કોતવાલી વિસ્તારની ગ્રામ પંચાયત મૂર્તિયાના ઉમ્ભા ગામમાં 90 વીઘા જમીન વિવાદમાં ગુર્જરો અને ગોંડ જાતિના લોકો વચ્ચે લોહીયાળ અથડામણ થઈ હતી. આ અથડામણમાં 10 લોકોનાં મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ છે. નરસંહારમાં બિહાર કેડરના એક IAS અધિકારીનું નામ પણ સામે આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બે વર્ષ પહેલા આઈએએસ આશા મિશ્રા અને તેની પુત્રીએ આ જમીન ગામના મુખિયા યજ્ઞદત્તને વેચી દીધી હતી. આ જમીન પર કબજા માટે ગામનો મુખિયા આશરે 200 હુમલાખોર સાથે પહોંચ્યો હતો. જ્યારે ગામના લોકોએ તેનો વિરોધ કર્યો તો અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને 10 લાશ ઢાળી દેવામાં આવી હતી.

આદિવાસી બહુમતી ધરાવતું ગામ

મૂર્તિયા ગામમાં મોટાભાગના લોકો આદિવાસી છે. અહીં ગોંડ જાતિના લોકો અનેક વર્ષોથી ખેતી કરે છે. આરોપ છે કે અધિકારીએ અહીં 90 વીઘા જમીન ખરીદી હતી પરંતુ ત્યારે તેને કબજો મળ્યો ન હતો. જે બાદમાં તેણે આ જમીન ગ્રામના મુખિયા યજ્ઞદત્ત ભૂરિયાને વેચી દીધી હતી. જેના કબજાને લઈને નરસંહાર થયો હતો.ડીજીપી ઓ.પી. સિંહે કહ્યું કે જરૂર પડશે તો આઈએએસ સામે પણ કાર્યવાહી કરીશું. તેમણે કહ્યું ગામનો મુખિયો બે વર્ષથી જમીનનો કબજો લેવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. સોનભદ્ર પોલીસે જમીન વિવાદમાં તમામ કાર્યવાહી બે મહિના પહેલા જ કરી હતી. પોલીસની કામગીરીમાં કોઈ કચાસ ન હતી.


Loading...

1947થી આદિવાસીઓનો કબજો

હકીકતમાં આદિવાસી બહુમતિ ધરાવતા આ ગામના લોકોની આજીવિકાનું સાધન ફક્ત ખેતી છે. જમીન વગરના ખેડૂતો ખેતીકામ કરીને જીવનનિર્વાહ કરે છે. જે જમીન માટે નરસંહાર થયો છે તે જમીન પર આદિવાસીઓનો 1947થી કબજો છે. 1955માં આઈએએસ પ્રભાત કુમાર મિશ્રા અને તત્કાલિન ગામ મુખિયાએ મામલતદારના માધ્યમથી જમીન કો-ઓપરેટિવ સોસાયટીના નામે કરી દીધી હતી. આ વખતે મામલતદાર પાસે નામ બદલીનો અધિકાર ન હોવાથી, રેકોર્ડમાં નામ ચડી શક્યું ન હતું.જે બાદમાં આઈએએસએ છઠ્ઠી નવેમ્બર, 1989ના રોજ પત્ની અને પુત્રીના નામે જમીન કરાવી લીધી હતી. જ્યારે કાયદો એવો છે કે સોસાયટીની જમીન કોઈ વ્યક્તિના નામે ન થઈ શકે. જે બાદમાં આઈએએસે જમીનનો અમુક ભાગ વેચી દીધો હતો. આ વિવાદિત જમીનને આરોપી યજ્ઞદત્તે પોતાના સંબંધીના નામે કરાવી લીધી હતી. જોકે, તેને કબજો મળ્યો ન હતો. જે બાદમાં બુધવારે તે પોતાના 200 ગુંડાઓ સાથે આવીને નરસંહારને અંજામ આપ્યો હતો.

ઇનપુટ : અનૂપ શ્રીવાસ્તવ
First published: July 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...