Home /News /national-international /દેશને આંદોલનવાદીઓથી બચવાની સલાહ આપી રહ્યા છે પીએમ મોદી!

દેશને આંદોલનવાદીઓથી બચવાની સલાહ આપી રહ્યા છે પીએમ મોદી!

દેશને આંદોલનવાદીઓથી બચવાની સલાહ આપી રહ્યા છે પીએમ મોદી!

પીએમ મોદીએ રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન કિસાનોને આંદોલન ખતમ કરવાની વિનમ્ર અપીલ કરી છે, સાથે વિશ્વાસ પણ અપાવ્યો કે એમએસપી ક્યારેય ખતમ થશે નહીં. પીએમ મોદીએ તે પ્રોફેશનલ આંદોલનકારીઓ પર જોરદાર ઢંગથી પ્રહાર કર્યો, જે પોતાના રાજનીતિ સ્વાર્થ માટે દેશના ખેડૂતોને ગુમરાહ કરવામાં લાગ્યા છે

વધુ જુઓ ...
  બ્રજેશ કુમાર સિંહ, મેનેજિંગ એડિટર, નેટવર્ક 18 સમૂહ

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્લોગન અને નવા શબ્દો રચવામાં મહારત મેળવેલી છે. દેશને તેનો અંદાજો ત્યારે લાગ્યો જ્યારે પોણા તેર વર્ષ સુધી ગુજરાતના સીએમ રહ્યા પછી 2014માં પીએમ બન્યા. ગુજરાતને તેનો અંદાજ એસીના દાયકામાં આવી ગયો હતો જ્યારે તે આરએસએસના પ્રચારક હતા અને પછી 1987માં ગુજરાત બીજેપીમાં મહામંત્રી બન્યા અને આ પછી ઓક્ટોબર 2001માં મુખ્યમંત્રી બન્યા. ગુજરાતમાં રહેતા જ્યોતિગ્રામથી લઈને સાગરખેડુ યોજના સુધી તેમણે સફળતાપૂર્વક લાગુ કરી છે. કેન્દ્રમાં પણ તેમની સરકારની બધી નવી યોજનાઓ તેમના હુનરનો પરિચય આપે છે, ઉડાનથી લઈને પ્રગતિ સુધી. દિવ્યાંગથી લઈને આત્મનિર્ભર ભારત સુધી.

  આજે મોકો હતો રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા પછી રાજ્યસભામાં તેમના જવાબનો. પોતાના ધારદાર ભાષણ દરમિયાન પીએમ મોદીએ પોતાની મહારતનો ફરી એક વખત પરિચય આપ્યો. એક તરફ જ્યાં આંદોલનકારી જેવો નવો શબ્દ રચ્યો તો બીજી તરફ એફડીઆઈની નવી વ્યાખ્યા કરી - ફોરેન ડિસ્ટ્રક્ટીવ આઈડિયોલોજી.

  આ નવા શબ્દોનો પ્રયોગ પીએમ મોદીની તે પીડાની અભિવ્યક્તિ છે, જે પીડા થઈ છે તેમની સરકાર સામે કૃષિ કાનૂનોની આડમાં ચલાવવામાં આવી રહેલા આંદોલનથી. આ આંદોલન ક્યારેય આક્રમક તો ક્યારેક હિંસક તો ક્યારેક ષડયંત્રથી ભરપૂર રહ્યા છે. આ આંદોલનમાં ખેડૂતોને આગળ કરીને વામપંથી ચરમવાદી અને પ્રોફેશનલ આંદોલનકારી પોતાની રોટલીઓ શેકી રહ્યા છે. જેમાં તેમના વિદેશી આકા અને સહયોગી પણ સામેલ છે. જેની તરફ પીએમ મોદી આંદોલનવાદી અને એફડીઆઈની નવી વ્યાખ્યા સાથે ઇશારો કર્યો.

  મોદી તે ટ્રેડ તરફ ઇશારો કરી રહ્યા હતા જે અંતર્ગત કેટલા જાણીતા નામ કોઈના કોઈ વિષયને પકડીને તેમની સરકારને અસ્થિર કરવામાં લાગી જાય છે. દેશનો માહોલ બગાડવામાં લાગી જાય છે. ક્યારેક આ અતિવાદી છાત્રોના આંદોલનમાં કૂદે છે તો ક્યારેક મહિલાઓને આગળ કરે છે, ક્યારેક મજૂરોને મોહરા બનાવે છે તો ક્યારેક પોતાને ખેડૂતોના હિતૈષી ગણાવી હિંસાની આગ ભડકાવવાનો પ્રયત્ન કરે છે.

  મોદીને તેનો અંદાજો ઘણા પહેલાથી છે. મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે સરદાર સરોવર ડેમ પરિયોજના, જે દશકોથી વિલંબનો શિકાર હતી તેને જલ્દી પૂરો કરવાની ઇચ્છા હતી. જોકે યોજના પૂરી કરવાના રાહમાં સૌથી મોટું વિધ્ન ‘નર્મદા બચાવો આંદોલન’ નામની તે સંસ્થા હતી, જે ક્યારેક આદીવાસીઓને આગળ કરીને તો ક્યારેક કોર્ટમાં પેચ ફસાવીને પરિયોજનામાં વિલંબ કરવાનો દરેક પ્રયત્ન કરી રહી હતી. મેઘા પાટકરની આગેવાનીમાં ચાલતી આ સંસ્થા ‘નર્મદા બચાવો આંદોલન’પર લાંબા સમય સુધી આરોપ લાગતો રહ્યો કે તે વિદેશી તાકાતના ઇશારા પર ડેમ પરિયોજનાને રોકવાના ઇરાદા સાથે કદમ ઉઠાવે છે, આંદોલન કરે છે. ઘણી વખત તેની સાથે જોડાયેલ લોકોએ હિંસક પ્રદર્શન પણ કર્યા.

  આ મેઘા પાટકર પણ આ વખતે કિસાનોના આંદોલનમાં કૂદી પડી છે. પીએમ મોદીને બે દશક પહેલાનું ગુજરાત યાદ આવી ગયું હશે, જ્યારે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા ડેમ પરિયોજના પર મેઘા પાટકરની આગેવાનીમાં નર્મદા બચાવો આંદોલનની કાળી છાયા પડી હતી. ઘણી મુશ્કેલથી આ વિધ્નને પાર કરીને મોદી આ પરિયોજનાને અંધારામાંથી અજવાળામાં ખેચીને લાવ્યા હતા. જેના પૂરા થયાને થોડાક વર્ષોની અંદર જ કેવડિયામાં હવે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પરિયોજનાએ પણ પૂર્ણ આકાર લઈ લીધો છે. દેશની એકતાના શિલ્પી સરદાર પટેલની પ્રતિમા અને તેની આસપાસ થયેલા વિકાસથી હવે તે જ આદિવાસી ફાયદો ઉઠાવી રહ્યા છે. જેમના હિતની વાત કરીને મેઘા પાટકર લાંબા સમય સુધી નર્મદા ડેમ પરિયોજના પૂરી કરવામાં બધી જ અડચણો ઉભી કરી હતી. જે પરિયોજના સાથે સરદાર પટેલનું નામ જોડાયેલ છે.

  મેઘા પાટકર, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ આ એ તમામ નામ છે. જે મોદી સરકાર વિરુદ્ધ ચાલનારા દરેક આંદોલનના સ્થાઈ ચહેરા છે. મોદીનો ઈશારો આવા જ લોકો તરફ હતો. જેમનું અસ્તિત્વ જ આવા આંદોલનો ઉપર ટક્યું છે. સમય સમય ઉપર આ લોકો અલગ અલગ પાર્ટીઓની આગેવાનીમાં ચાલનારી તમામ સરકારોને પરેશાની આપી ચૂક્યા છે. મોદીએ તેમની તરફ પણ ઈશારો કર્યો છે. મોદી જ્યારે એફડીઆઈની નવી પરિભાષા ઘડી રહ્યા છે. ત્યારે તેમના ધ્યાનમાં એ તમામ નામ અને તત્વ પણ આવી રહ્યા છે જે વિદેશની ધરતીથી ષડયંત્ર અંતર્ગત ભારતમાં ખેડૂત આંદોલન ભડકાવી રહ્યા છે. ક્ષેત્રીય અને સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. સ્વાભાવિક છે મોદીની ડિક્શનરીમાં એવા લોકો છે જે ફોરેન ડિસ્ટ્રક્ટીવ આઈડિયોલોજીથી સારો કોઈ શબ્દ ન હોઈ શકે. જેના થકી તેઓ દેશની જનતાને અનેક કુત્સિત ઇરાદાઓથી ચેતવવી રહ્યા હતા. જે જનતા 2014થી મોદીને સતત પોતાનું ભરપુર સમર્થન આપી રહી છે. રેકોર્ડ બહુમત આપી રહી છે.

  રાજ્યસભામાં મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે ખેડૂતોના હિતના નામ ઉપર જે આંદોલન ચાલી રહ્યા છે તે ખેડૂતોના હિતમાં નથી પરંતુ દેશ અને તેના અહિતમાં છે. જ્યાં સુધી ખેડૂતોની ચિંતાનો પ્રશ્ન છે તેના વિશે આપણી સરકારની પ્રતિબદ્ધતાને તેમણે ખેડૂત ક્રેડિટ કાર્ડ, સોયલ હેલ્થ કાર્ડ, પાક વિમા યોજના, પીએમ સમ્માન નિધિ યોજના, ખેડૂત રેલ યોજના, ખેડૂત પેન્શન યોજના જેવી ડઝનો યોજનાઓ ગણીને બતાવી છે.

  મોદીના નિશાના ઉપર એ પાર્ટીઓ પણ રહી છે જે ખેડૂતોના હિતનો હવાલો આપીને મોદી સરકાર સામે માહોલ બનાવાની કોશિશ કરી રહી છે. ભલે કોંગ્રેસ હોય કે પછી વામ દળ અથવા રાષ્ટ્રીય લોકદળ. આ સિલસિલામાં તેમણે ક્યારે ચૌધરી ચરણ સિંહની નાના ખેડૂતોને લઈને કહેલી વાતોને સામે રાખી, તો ક્યારે મનમોહન સિંહની અખિલ ભારતીય કૃષિ બજારની જરૂરતવાળી વાતોને રાખી. એ પણ જણાવ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં લોન્ચ થયેલી હરિત ક્રાન્તિના સમયમાં પણ વામપંથીઓએ વિરોધના પરચમ બુલંદ કર્યા હતા. એવું જ આ વખતે પણ કરી રહ્યા છે. જ્યાં સુધી ગરીબ ખેડૂતોની વાત છે તો તેમને તો નવા કૃષિ કાયદાઓથી ફાયદો થનારો છે. નુકસાન નથી તો રડવાનું કઈ વાત ઉપર. મોદીએ આ પ્રશ્ન પણ પૂછ્યો હતો.

  મોદીએ પોતાના ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. સરકાર કૃષિ કાનૂનોને અંગે ગંભીર છે. કારણ કે આ ખેડૂતોના હિતમાં છે. સરકાર આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છે. પરંતુ આંદોલન અને ધરણા થકી ડગાવી નહીં શકાય. કાયદાના કારણે જો ભવિષ્યમાં કોઈ સમસ્યા આવશે તો સરકાર તેમાં જરૂર સુધારો પણ કરશે. એ વિશ્વાસ પણ મોદીએ આપ્યો છે. પરંતુ ન તો સદનની અંદર અથવા તો સદનની બહાર આંદોલનની આડમાં હંગામો કરનાર લોકોના દબાણમાં તેમની સરકાર નહીં આવે. તેમને આંદોલનવાદીઓથી ડર લાગતો નથી કે વિધ્વંસક વિચારવાળા એફડીઆઈની ચિંતા છે. કોરોનાના વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની દેશી-વિદેશી ષડયંત્રો છતાં પણ અસલી એફડીઆઈ તો રેકોર્ડ માત્રામાં આવી રહી છે.

  (આ લેખકના અંગત વિચારો છે)
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Brajesh kumar singh, નરેન્દ્ર મોદી, પીઅેમ નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन