વિપિન તિવારી, બાંરાઃ રાજસ્થાન (Rajasthan)ના બારામાં આડા સંબંધોના પગલે પત્નીએ પ્રેમી નોકર (lover Servant) અને એક અન્ય સાથે મળીને પતિને મોતને (wife killed husband) ઘાટ ઉતાર્યો હતો. આ મામલે પરિવાજનોએ શકના આધાર ઉપર ત્રણે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનના બારાં જિલ્લાના છીપાબડોદ તાલુકાના આખાખેડી ગામ નિવાસી 46 વર્ષીય અધ્યાપક પ્રેમ નારાયણ મીણાની ઘરની અંદર ધારદાર હથિયારોથી હુમલો કરીને હત્યા કરવામાં અવી હતી. અધ્યાપક (Professor) મૃતકની પોસ્ટિંગ મધ્ય પ્રદેશના (Madhya pradesh) ફતેહગઢમાં થઈ હતી. તેઓ રજાઓ ઉપર પોતાના ઘરે આવ્યા હતા. પરિજનોના નિવેદનના આધાર પર પોલીસે (police) મૃતકની પત્નીને પકડીને પૂછપરછ કરતા સમગ્ર સનસનીખેસ ઘટના બહાર આવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક પ્રેમનારાયણે તેમની પત્નીના અંદરો અંદર સંબંધ સારા ન હતા. મૃતક પ્રેમનારાયણને ઘરેલુ કામ માટે પરોલિયા નિવાસી જીતેન્દ્ર બૈરવાને વાર્ષીક 65,000 રૂપિયા વાર્ષિક પગાર ઉપર રાખ્યો હતો.
જે છેલ્લા બે વર્ષથી મૃતક પ્રેમનારાયણના ઘર ઉપર કામ કરી રહ્યો છે. મૃતક પ્રેમનારાયણની અનુપસ્થિતિમાં જિતેન્દ્ર બૈરવાને મૃતકની પત્ની સાથે આડા સંબંધો બન્યા હતા. મૃતકની પત્ની અને જિતેન્દ્રના આડા સંબંધો વચ્ચે પ્રેમનારાયણ અડચણ ઊભી કરતો હતો.
એટલા માટે પ્રેમનારાયણને રસ્તામાંથી હટાવવા માટે ષડયંત્ર રચ્યું હતું. બંનેએ રતનપુરા નિવાસી હંસરાજ ભીલને હત્યામાં સહયોગ માટે વીસ હજાર રૂપિયા આપીને હત્યા કરવા માટે રાજી કરી લીધો હતો.
મધ્યરાત્રીએ જિતેન્દ્ર બેરવા અને હંસરાજ ભીલ હથિયાર લઈને મૃતક પ્રેમનારાયણના મકાન પાછળ આવ્યા હતા. મૃતકની પત્નીએ મકાનના પહેલા માળે બનેલા બનેલા રૂમની બારીમાંથી દોરડું નીચે લબડાવ્યું હતું. દોરડાને લટકીને જિતેન્દ્ર અને હંસરાજ ઉપર આવી ગયા હતા.
" isDesktop="true" id="1084200" >
ત્રણેય ભેગા મળીને મકાનની બાલ્કનીમાં ઉંઘતા અધ્યાપક પ્રેમનારાયણના ચહેરા અને ગર્દન ઉપર તલવાર અને કુહાડીથી તાબડતોબ વાર કરીને હત્યા કરી હતી. હત્યા બાદ બંને આરોપી જિતેન્દ્ર અને હંસરાજ ભીલ એ જ દોરડાથી લટકીને નીચે ઉતરી ફરાર થયા હતા. અને મૃતક પત્ની ઘરમાં હાજર રહી હતી. મૃતકના બાળકો અને પરિવજનોને મૃતકની પત્ની ઉપર શક વ્યક્ત કરતા પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરીને વધારે પૂછપછર કરતા સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી. બાદમાં અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર