અંધ તુમ્બાના મધુર સ્વરથી બોલીવુડ પણ આફરીન, કરશે મદદ

રાંચીની અંધ બાળકી તુમ્બા કે જેણે પોતાના મધુર અવાજથી સોશિયલ મીડિયામાં ભારે વાહવાહી મેળવી છે. અંધ હોવાથી તે ભલે દુનિયા જોઇ શકતી નથી પરંતુ એના કંઠમાંથી નીકળતા મધુર સ્વર આજે સૂરપ્રેમીઓને આફરીન બોલાવી રહ્યા છે. તેણે ગાયેલા એક ગીતના વીડિયોને મિત્રો દ્વારા યુ ટ્યૂબમાં શેર કરાતાં મોટા ગજાના સંગીત કલાકારો પણ તુમ્બાના આશિક બન્યા છે.

  • Share this:
મુંબઇ # રાંચીની અંધ બાળકી તુમ્બા કે જેણે પોતાના મધુર અવાજથી સોશિયલ મીડિયામાં ભારે વાહવાહી મેળવી છે. અંધ હોવાથી તે ભલે દુનિયા જોઇ શકતી નથી પરંતુ એના કંઠમાંથી નીકળતા મધુર સ્વર આજે સૂરપ્રેમીઓને આફરીન બોલાવી રહ્યા છે. તેણે ગાયેલા એક ગીતના વીડિયોને મિત્રો દ્વારા યુ ટ્યૂબમાં શેર કરાતાં મોટા ગજાના સંગીત કલાકારો પણ તુમ્બાના આશિક બન્યા છે.

તુમ્બાની આ ગાયકી અને મધુર સ્વરથી બોલીવુડના પ્રખ્યાત ગાયક હરિહરન પણ ખુશ થયા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, મેં નિર્ણય કર્યો છે કે, તુમ્બાને હું પ્રોત્સાહન કરીશ અને આ રીતે અમે આવી ટેલેન્ટને દુનિયા સામે લાવીશું.

જાણીતા શેફ સંજીવ કપૂરએ પણ નિર્ણય કર્યો છે કે, તેઓ તુમ્બાને પ્રોત્સાહન કરશે અને જણાવ્યું કે આ એક અત્યંત જરૂરી પગલુ છે. આવી ટેલેન્ટથી આપણા દેશનું નામ રોશન થશે, જે સમાજ માટે એક પરિવર્તન લાવશે.

તુમ્બા પોતે અને તેની માતા આ ખુશીની લાગણીને પ્રગટ કરી શકતા નથી. તુમ્બાની માતાએ જણાવ્યું કે, બહુ સારૂ થયું કે તુમ્બાને તેને એક મંચ મળ્યો છે અને તે આગળ વધતી રહે તેવી હું પ્રાથના કરૂ છું.

આ એક સારૂ પગલુ કહી શકાય. અગાઉ રવિન્દ્ર જૈન અને હવે ગાયક હરિહરન અને સંજીવ કપૂરે આ બાળકી જે દુનિયા જોઇ શકતી નથી, તેને આગળ વધવા માટે પ્રકાશ આપીને એક ખુબ સરાહનિય કાર્ય કર્યું છે.
First published: