મોબ લિન્ચિંગનો શિકાર હરીશના નેત્રહીન પિતાએ કરી આત્મહત્યા, ગુસ્સામાં દલિત સમાજ, પોલીસ તહેનાત

આરોપીઓના પરિવારો તરફથી મળી રહેલી ધમકીથી કંટાળી નેત્રહીન દલિત પિતા રત્તીરામ જાટવે પોતાનો જીવ આપી દીધો

News18 Gujarati
Updated: August 16, 2019, 1:38 PM IST
મોબ લિન્ચિંગનો શિકાર હરીશના નેત્રહીન પિતાએ કરી આત્મહત્યા, ગુસ્સામાં દલિત સમાજ, પોલીસ તહેનાત
ટપૂકડા હૉસ્પિટલમાં તહેનાત પોલીસ દળ
News18 Gujarati
Updated: August 16, 2019, 1:38 PM IST
રાજસ્થાનમાં પહલૂ ખાન મોબ લિન્ચિંગ કેસને લઈને મુખ્યમંત્રી અશોક ગેહલોત છેલ્લા ત્રણ દિવસથી મામલામાં ફરીથી અપીલ કરવાની વાત કરી રહ્યા છે પરંતુ હવે અલવરના જ વધુ એક મોબ લિન્ચિંગ કેસ પર વિવાદ શરૂ થઈ ગયો છે. દલિત યુવક હરીશ જાટવની મોબ લિન્ચિંગમાં મોત બાદ પણ ધરપકડ ન થતાં અને કથિત રીતે કેસ પરત લેવાની ધમકીઓ બાદ ગુરુવારે મૃતકના નેત્રહીન પિતા રત્તીરામ જાટવે આત્મહત્યા કરી દીધી. આ ઘટના બાદ પોલીસ વિભાગના અધિકારી ડેમેજ કન્ટ્રોલમાં લાગી ગયા છે અને મૃતદેહના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઝડપતી હાથ ધરવામાં આવી રહી છે.

આ મોબ લિન્ચિંગ કેસમાં પોલીસની કથિત બેદરકારી અને મજબૂર પિતાના આત્મહત્યાના અહેવાલ આવ્યા બાદ શુક્રવારે આક્રોશિત દલિત સમાજના લોકો ટપૂકડામાં એકત્ર થઈ રહ્યા છે. ભાજપ અને બસપા નેતા પણ ટપૂકડા પહોંચી રહ્યા છે. દલિત સમાજના આક્રોશને જોતાં વિસ્તારમાં પોલીસ ફોર્સ તહેનાત કરી દેવામાં આવી છે.

મોબ લિન્ચિંગનો ભોગ બનેલા હરીશ જાટવના પિતા રત્તીરામ જાટવ (ફાઇલ ફોટો)


મુખ્યમંત્રી ગેહલોત બસપા ધારાસભ્યને મળશે

રત્તીરામ આત્મહત્યા કેસને લઈને બસપા ધારાસભ્યોનું એક દળ ડીજીપીને મળ્યા બાદ દોષી પોલીસકર્મીઓ પર કાર્યવાહીની માંગ કરવા જઈ રહ્યા છે. બીજી તરફ, તિજારાના ધારાસભ્ય સંદીપ યાદવ સહિત 6 બસપા ધારાસભ્યોએ મામલામાં ચિંતા વ્યક્ત કરી છે. બસપા ધારાસભ્ય મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવાના છે.

આ પણ વાંચો, બેફામ રીતે કાર હંકારી અકસ્માત સર્જવા બદલ BJPનાં મહિલા સાંસદના પુત્રની ધરપકડ
Loading...


અલવર પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો


મોબ લિન્ચિંગમાં દીકરાના મોતથી પરેશાન રત્તીરામની આત્મહત્યાની પાછળ દીકરાના હત્યારાઓની ધરપકડ ન થવી અને વારંવાર કેસ પરત લેવાની ધમકીઓ કારણભૂત હોવાનું કહેવાય છે. નેત્રહીન અને પરેશાન પિતાએ આત્મહત્યા પહેલા ન્યાય માટે વારંવાર આજીજી કરી હતી. બીજી તરફ, પરિજનોનો આરોપ છે કે અલવર પોલીસ સાથે વારંવાર ફટકાર મળવાથી તેઓ હેરાન થઈ ગયા હતા.

શું છે સમગ્ર મામલો?

અલવર જિલ્લાના ભિવાડીના ઝિવાના ગામ નિવાસી દલિત યુવક હરીશ રાવતનું 17 જુલાઈએ મોબ લિન્ચિંગમાં મોત થઈ ગયું હતું. આરોપીઓની ધરપકડ ન થતાં અને આરોપીઓના પરિવારો તરફથી મળી રહેલી ધમકીઓથી પરેશાન નેત્રહીન દલિત પિતા રત્તીરામ જાટવે ગુરુવારે પોતાનો જીવ આપી દીધો.

લોકોએ ઢોર માર માર્યો, સારવાર દરમિયાન મોત

મૃતક રત્તીરામના દીકરા દિનેશ જાટવે જણાવ્યું કે ફાલસા ગામમાં બાળકની ટક્કર બાદ એક મહિલાનું મોત થતાં તેના ભાઈને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો હતો. ત્યાંથી તેને દિલ્હીની હૉસ્પિટલ દાખલ કરવામાં આવ્યો અને બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.

પોલીસે પહેલા અકસ્માત ગણાવ્યો, આરોપી ધમકી આપતા રહ્યા

પીડિત દલિત પરિવાર મુજબ, અલવર પોલીસ આ મામલાને અકસ્માતનું રૂપ આપવામાં લાગી ગઈ હતી. તેનો વિરોધ થતાં આઈજીના નિર્દેશ પર 302માં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો અને પોલીસની ભલામણ પર જિલ્લા વહિવટીતંત્રએ મૃતકના પરિજનોને 4 લાખ 12 હજાર રૂપિયાની સહાયતા રકમ આપવામાં આવી હતી. એટલે કે પોલીસે અપ્રત્યક્ષ રીતે મોબ લિન્ચિંગ માની લીધું હતું. તેમ છતાંય પોલીસે આરોપીઓની ધરપકડ ન કરી અને આરોપી પક્ષ દ્વારા રત્તીરામ પર કેસ પાછો લેવાનું દબાણ કરીને ધમકી આપવામાં આવી રહી હતી.

આ પણ વાંચો, પાણીની વચ્ચે દેશભક્તિની ભાવના, મહિલા પોલીસકર્મીઓએ આ રીતે આપી સલામી
First published: August 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...