Home /News /national-international /Kabul Blast: કાબુલમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયની બહાર બ્લાસ્ટ, 20થી વધુ લોકોના મોત
Kabul Blast: કાબુલમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયની બહાર બ્લાસ્ટ, 20થી વધુ લોકોના મોત
કાબુલમાં વિદેશ મંત્રાલય બહાર બોમ્બ વિસ્ફોટ થયો
Kabul Blast: અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલય પાસે બોમ્બ વિસ્ફોટ થયો છે. તેમાં 20થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. હાલ સ્થાનિક પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને કાર્યવાહી હાથ ધરી છે.
કાબુલઃ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલય પાસે બોમ્બ વિસ્ફોટ થયો છે. તેમાં 20થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં જ કાબુલના મિલિટરી એરપોર્ટ પર વિસ્ફોટ થયો હતો તેમાં 10 લોકોના મોત નીપજ્યા હતા.
વારંવાર વિસ્ફોટ થવાથી તાલિબાનીઓની આગેવાનીવાળી અફઘાનિસ્તાન સરકારના સરક્ષા માળખાના પોકળ દાવાઓને ખુલ્લા પાડે છે. ઓગસ્ટ 2021માં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી ઇસ્લામિક રાજ્ય સાથે જોડાયેલા સશસ્ત્ર જૂથ દ્વારા થયેલા વિસ્ફોટમાં સેંકડો નિર્દોષ લોકોના મોત નીપજ્યાં છે. હજારા, અફઘાન શિયા, સૂફી વગેરે જેવી વંશીય લઘુમતી આ હુમલાઓનું મુખ્ય લક્ષ્ય છે અને ઘણાં હુમલાઓમાં ખાસ કરીને મસ્જિદને નિશાન બનાવવામાં આવતી હોય છે.
તાલિબાન શાસનને મુશ્કેલીમાં મૂકવાનો ઇરાદો
આ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ તાલિબાન શાસનને મુશ્કેલીમાં મૂકવાના ઇરાદે છે. કારણ કે તેમણે વિદેશી સરકારના દૂતાવાસ અને મિશનને પણ નિશાન બનાવ્યું છે. થોડા સમય પહેલાં જ તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન કાર્યાલય અને રશિયા-પાકિસ્તાનના દૂતાવાસને પણ નિશાન બનાવ્યું હતું.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર