Home /News /national-international /પીએમ મોદીએ 13 દિવસ પહેલા ઉદયપુર-અમદાવાદ રેલ્વે ટ્રેકનું કર્યું હતુ ઉદ્ધાટન, આજે થયો બ્લાસ્ટ

પીએમ મોદીએ 13 દિવસ પહેલા ઉદયપુર-અમદાવાદ રેલ્વે ટ્રેકનું કર્યું હતુ ઉદ્ધાટન, આજે થયો બ્લાસ્ટ

ઉદયપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક પર બ્લાસ્ટ

13 દિવસ પહેલા શરૂ થયેલી ઉદેપુર-અમદાવાદ રેલવે લાઇનને બ્લાસ્ટ કરીને ઉખેડી નાખવાનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે જ આ લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્થાનિક લોકોએ અહીં જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો છે, આ સાથે જ ઘટનાસ્થળેથી ગનપાઉડર પણ મળી આવ્યો છે. બ્લાસ્ટના કારણે પાટા પર તિરાડો પડી ગઈ છે. બ્લાસ્ટના લગભગ 4 કલાક પહેલા ટ્રેન પાટા પરથી પસાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ અમદાવાદથી ઉદયપુર જતી ટ્રેનને ડુંગરપુર ખાતે રોકી દેવામાં આવી છે.

વધુ જુઓ ...
  13 દિવસ પહેલા શરૂ થયેલી ઉદેપુર-અમદાવાદ રેલવે લાઇનને બ્લાસ્ટ કરીને ઉખેડી નાખવાનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે જ આ લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્થાનિક લોકોએ અહીં જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો છે, આ સાથે જ ઘટનાસ્થળેથી ગનપાઉડર પણ મળી આવ્યો છે. બ્લાસ્ટના કારણે પાટા પર તિરાડો પડી ગઈ છે. બ્લાસ્ટના લગભગ 4 કલાક પહેલા ટ્રેન પાટા પરથી પસાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ અમદાવાદથી ઉદયપુર જતી ટ્રેનને ડુંગરપુર ખાતે રોકી દેવામાં આવી છે.

  સ્થાનિક ગ્રામજનોની સતર્કતાને કારણે આ નવા માર્ગ પર મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના શનિવારની મોડી રાત્રે કેવડે કી નાલમાં ઓઢા રેલ્વે બ્રિજ પર સલમ્બર માર્ગ પર બની હતી. જ્યાં રાત્રે 10 વાગ્યાની આસપાસ ગામલોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. આ પછી કેટલાક યુવકો તરત જ ટ્રેક પર પહોંચી ગયા હતા. ત્યાંની હાલત જોઈને દંગ રહી ગયો.

  આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ પર વિવાદાસ્પદ નિવેદનને લઈને અખિલ ગિરીની વિરુદ્ધ ફરિયાદ; અધીર રંજને કહ્યું- 'રાજનીતિ કોઈ સૌંદર્ય સ્પર્ધા નથી'

  તેઓએ જોયું કે રેલ્વે લાઇન પર ગનપાઉડર પડેલો હતો. તેમાંથી રેલ્વે લાઇનને ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ઘણી જગ્યાએ લોખંડની રેલ તૂટી ગઈ હતી. બ્રિજ પરની લાઇનમાંથી નટ-બોલ્ટ પણ ગાયબ જોવા મળ્યા હતા. ટ્રેક પર લોખંડની પાતળી ચાદર પણ ઉખડી ગઈ હતી. હજુ સુધી, આ ઘટનાના ગુનેગારો જાહેર કરવામાં આવ્યા નથી.

  ગ્રામજનોની સૂચના પર અધિકારીઓ અને પોલીસ પણ રવિવારે સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક રીતે પોલીસે આ ઘટનાને બદમાશોએ અંજામ આપ્યો હોવાનું જણાવ્યું છે. જો કે આ કેસ પાછળ કોઈ મોટું કાવતરું હોવાની શક્યતા પોલીસ તપાસી રહી છે.

  રેલ્વેએ આ લાઇન પર બંને ટ્રેનોનું સંચાલન રોક્યું


  રેલ્વે મેનેજમેન્ટે આ લાઇન પર દોડતી બંને ટ્રેનોને હાલ પુરતી અટકાવી દીધી છે. રેલવે દ્વારા લાઇન સુધારવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન ક્યારે પાછી શરૂ થશે તે અંગે હાલમાં રેલવે અધિકારીઓએ કંઈ જણાવ્યું નથી. ઉદયપુર-અસારવા ટ્રેન આ લાઇન પરથી દરરોજ સાંજે 5 વાગ્યે ઉપડે છે. જે રાત્રે 11 વાગે અસારવા પહોંચે છે. એ જ રીતે અસારવા-ઉદયપુર દરરોજ સવારે 6:30 વાગ્યે ઉપડે છે અને બપોરે 12:30 વાગ્યે ઉદયપુર સિટી સ્ટેશન પહોંચે છે.

  અધિકારીએ કહ્યું કે, ષડયંત્ર પાછળ કોણ છે, તે શોધીને રહીશું


  ઉદયપુર રેલ્વે એરિયા મેનેજર બદ્રી પ્રસાદે જણાવ્યું કે બંને ટ્રેનોએ ઉદયપુર-અમદાવાદ લાઇન પરનું સંચાલન બંધ કરી દીધું છે. વહેલી તકે લાઇનનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ ષડયંત્ર પાછળ કોનો હાથ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

  જેવરમાઈન્સના પોલીસ અધિકારી અનિલ વિશ્નાઈએ જણાવ્યું હતું કે માઈનિંગ બ્લાસ્ટમાં વપરાતી સામગ્રીનો ઉપયોગ સામે આવ્યો છે. ઘટનાસ્થળેથી દેશી બનાવટની વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. હાલ મામલાની તપાસ કરી રહી છે.

  31 ઓક્ટોબર 2022ના રોજ અસારવા સ્ટેશન પરથી લીલી ઝંડી આપી હતી

  16 વર્ષની રાહ જોયા પછી શરૂ થયો હતો આ ટ્રેક


  ઉદયપુર-અમદાવાદ ટ્રેનની શરૂઆત પીએમ મોદીએ 31 ઓક્ટોબર 2022ના રોજ અસારવા સ્ટેશન પરથી લીલી ઝંડી આપી હતી. આ ટ્રેક માટે 16 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. ઉદયપુરના સાંસદ અર્જુનલાલ મીણા, ચિત્તોડગઢના સાંસદ સીપી જોશી અને બાંસવાડાના સાંસદ કનકમલ કટારાએ ઉદયપુર સિટી રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Railway track, Rajsthan Police, Serial Blasts

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन