Home /News /national-international /

LOC નજીક IED ડિફ્યૂઝ કરતા સમયે બ્લાસ્ટ, મેજર સહિત બે અધિકારી શહીદ

LOC નજીક IED ડિફ્યૂઝ કરતા સમયે બ્લાસ્ટ, મેજર સહિત બે અધિકારી શહીદ

પ્રતિકાત્મક તસવીર

આર્મીના એન્જિનિયર વિભાગના અધિકારી બૉમ્બ ડિફ્યૂઝ કરતા સમયે શહીદ થયા

    ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામા બ્લાસ્ટની શાહી સુકાઈ નથી ત્યાં ફરી એક વાર જમ્મુ કાશ્મીરની ધરતી રક્તરંજિત થઈ છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર LOC નજીક એક IED બ્લાસ્ટમાં સેનાના એક મેજર શહીદ થયા છે.  હાલમાં મૃત્યુઆંક અને ઘાયલોની વિગતો મળી રહી નથી. અહેવાલ મુજબ, આ આતંકવાદી હુમલો હોવાનું જાણવા મળી રહ્યું છે.

    સમાચાર સંસ્થા એએનઆઈના ટ્વીટ મુજબ,  એલઓસી નજીકના રાજોરી સેક્ટરમાં આ બ્લાસ્ટ થયો હોવાનો અહેવાલ છે, આ બ્લાસ્ટમાં એક મજર સહીત બે આર્મી અધિકારી શહીદ થયા હોવાનો અહેવાલ છે.



    પ્રાપ્ત વિગતો મુજબ, રાજોરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં LOC નજીક આતંકવાદીઓ પ્લાન્ટ કરેલા વિસ્ફોટકને ડિફ્યૂઝ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં સેનાના એક મેજર રેન્કના અધિકારી સહિત બે વ્યક્તિના મૃત્યુ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

    (આ સમાચારની વધુ વિગતો અપડેટ થઈ રહી છે.)
    Published by:Jay Mishra
    First published:

    Tags: LoC, આતંકી હુમલો, વિસ્ફોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन