કેરળના મહત્વપૂર્ણ કોચીન શિપયાર્ડમાં જોરદાર બ્લાસ્ટ થવાને કારણે પાંચ લોકોનાં મોત થયા છે. તો બ્લાસ્ટને કારણે 15થી વધારે લોકો ઘાયલ થયા છે.
મળી રહેલી માહિતી પ્રમાણે, ઓએજીસીની ડ્રિલ શિપ 'સાગર ભૂષણ'ને સમારકામ માટે કોચીન શિપયાર્ડમાં લાવવામાં આવ્યું હતું. આ દરમિયાન તેના વોટર ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જેના બાદમાં આગ લાગી ગઈ હતી. આ અંગેની જાણ ફાયરબ્રિગેડને તાત્કાલિક કરી દેવામાં આવી હતી.
ફાયરબ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં રાહત અને બચાવ કામગિરી ચાલી રહી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે શીપમાં હજી બે લોકો ફસાયેલા છે, જેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. તેમજ શીપ પર રહેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર