Blast in Quetta Pakistan- . બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા લિયાકત શાહવાનીએ કહ્યું કે શરૂઆતની તપાસમાં જાણ થઇ છે કે બોમ્બને મોટરસાઇકલમાં લગાવવામાં આવ્યો હતો
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના (Pakistan)અશાંત દક્ષિણ-પશ્ચિમી બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં (Blast in Quetta)રવિવારે એક લક્ઝરી હોટલ પાસે એક પોલીસ વાનને નિશાન બનાવીને બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. જેમાં 2 પોલીસકર્મીઓના મોત (policemen)થયા છે અને આઠ પોલીસકર્મી સહિત 12 લોકો ઇજાગ્રસ્ત છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા લિયાકત શાહવાનીએ કહ્યું કે શરૂઆતની તપાસમાં જાણ થઇ છે કે બોમ્બને મોટરસાઇકલમાં લગાવવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે વિસ્ફોટમાં બે પોલીસકર્મીના મોત થયા છે અને આઠ ઇજાગ્રસ્ત થયા છે. શાહવાનીએ કહ્યું કે ક્વેટામાં સેરેના હોટલ પાસે તંજીમ સ્કેયરમાં પોલીસને મોબાઈલ વાનને નિશાન બનાવીને કરાયેલા વિસ્ફોટમાં ચાર રાહદારી પણ ઇજાગ્રસ્ત થયા છે. સુરક્ષા એજન્સીઓએ વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે અને અપરાધીઓની ધરપકડ માટે છાપેમારી શરૂ કરી દીધી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઇજાગ્રસ્તોને શહેરના સિવિલ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે બિલ્ડિંગોમાં કાચની બારીઓ તૂટી ગઈ છે. અત્યાર સુધી વિસ્ફોટની જવાબદારી કોઇ સમૂહે લીધી નથી. જોકે બલૂચ રાષ્ટ્રવાદી પ્રાંતમાં સક્રિય છે અને હંમેશા સુરક્ષા બળોને નિશાન બનાવે છે. તે સંઘીય સરકાર પર પ્રાંતના પ્રાકૃતિક સંશાધનનો દોહનનો આરોપ લગાવે છે.
મોટરસાઇકલથી જાડાયેલ IED દ્વારા નિશાન બનાવવામાં આવ્યું
બલૂચિસ્તાનના મુખ્યમંત્રી જામ કમાલ ખાને ઘટનાની નિંદા કરી છે. એક નિવેદનમાં તેમના હવાલાથી કહેવામાં આવ્યું કે આતંકવાદી તત્વ પ્રાંતની શાંતિને બર્બાદ કરવા માંગે છે. અમે આતંકવાદીઓને તેમના નાપાક ઇરાદામાં ક્યારેય સફળ થવા દઇશું નહીં. એક પ્રવક્તાએ કહ્યું કે પોલીસ વેનને એક મોટરસાઇકલ સાથે જોડાયેલ આઈઇઇડી દ્વાર નિશાન બનાવવામાં આવી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર