ઇંડોનેશિયામાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ, 6નાં મોત, અનેક ઘાયલ

Parthesh Nair | IBN7
Updated: January 14, 2016, 11:43 AM IST
ઇંડોનેશિયામાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ, 6નાં મોત, અનેક ઘાયલ
જકાર્તા# ઇંડોનેશિયાની રાજધાની જકાર્તામાં UNની ઓફિસ બહાર સીરિયલ બોમ્બ વિસ્ફોટ થયા છે. જેમાં 6ના મોત અને અનેક લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આત્મઘાતી હુમલાખોરોએ હુમલાને અંજામ આપ્યો છે. જાણકારી અનુસાર વિસ્ફોટ બાદ પોલીસ અને હુમલાખોરો વચ્ચે ફાયરિંગ પણ થઇ રહી છે.

  • IBN7
  • Last Updated: January 14, 2016, 11:43 AM IST
  • Share this:
જકાર્તા# ઇંડોનેશિયાની રાજધાની જકાર્તામાં UNની ઓફિસ બહાર સીરિયલ બોમ્બ વિસ્ફોટ થયા છે. જેમાં 6ના મોત અને અનેક લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આત્મઘાતી હુમલાખોરોએ હુમલાને અંજામ આપ્યો છે. જાણકારી અનુસાર વિસ્ફોટ બાદ પોલીસ અને હુમલાખોરો વચ્ચે ફાયરિંગ પણ થઇ રહી છે.

indonesia

આ સીરિયલ બોમ્બ વિસ્ફોટ શરીના શોપિંગ સેન્ટર નજીક થયો છે, જે રાષ્ટ્રપતિ પેલેસ અને સંયુક્ત રાષ્ટ્રની ઓફિસની નજીક છે. પ્રત્યક્ષદર્શીના અનુસાર ઓફિસની આસપાસના વિસ્તારમાં તેજ ફાયરિંગ અને ધડાકાઓની અવાજ આવી રહી હતી. વિસ્ફોટથી બિલ્ડીંગના કાંચ તૂટી ગયા છે.

jakarta_blast

પોલીસના અનુસાર 10થી 14 હુમલાખોર આ હુમલામાં શામેલ છે. વિસ્ફોટમાં ત્રણ પોલીસકર્મી ઉપરાંત ત્રણ નાગરિકોના મોતની ખબર છે.

હુમલા બાદ આસપાસ ના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે, હાલ એ સ્પષ્ટ થયું નથી કે, આ આતંકી હુમલો છે કે, પછી કઇ બીજુ. સમાચાર અનુસાર વિસ્ફોટ સરકારી ઇમારતોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટથી પોલીસ પોસ્ટને પણ ક્ષતિ પહોંચી છે.જકાર્તામાં રહેતી ભારતીય મુળની પૂનમ સાગરે IBN7સાથેની વાતચીતમાં કહ્યું કે, અહીંયા અલગ અલગ પ્રકારની ખબરો આવી રહી છે. અમને જાણકારી મળી છે કે, 4 સ્થળોએ વિસ્ફોટ થયા છે. સમગ્ર શહેરમાં ભયનું વાતાવરણ ફેલાયેલું છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ બહાર ન નીકળે, ઓફિસ, ઘરમાં જ રહે અને મોલમાં ન જાય. આ ખૂબ મોટો વિસ્તાર છે અને ઘણો પોશ વિસ્તાર છે, થોડાક દૂર પર પ્રેસિડન્ટ હાઉસ છે. આજે ચાલુ દિવસ છે અને આ જગ્યાએ ખૂબ ટ્રાફિક રહે છે.
First published: January 14, 2016, 11:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading