Home /News /national-international /

જળવિદ્યુત પ્લાન્ટમાં વિસ્ફોટ, 3 એંજિનિયરના મોત

જળવિદ્યુત પ્લાન્ટમાં વિસ્ફોટ, 3 એંજિનિયરના મોત

હિમાચલ પ્રદેશના ઘાટી વિસ્તારમાં આવેલા સરકારી જળવિદ્યુત પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વાલ્વમાં થયેલા તીવ્ર વિસ્ફોટને પગલે ત્રણ એંજિનિયરોના મોત નીપજ્યા હતા.

હિમાચલ પ્રદેશના ઘાટી વિસ્તારમાં આવેલા સરકારી જળવિદ્યુત પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વાલ્વમાં થયેલા તીવ્ર વિસ્ફોટને પગલે ત્રણ એંજિનિયરોના મોત નીપજ્યા હતા.

  • News18
  • Last Updated :
શિમલા # હિમાચલ પ્રદેશના ઘાટી વિસ્તારમાં આવેલા સરકારી જળવિદ્યુત પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વાલ્વમાં થયેલા તીવ્ર વિસ્ફોટને પગલે ત્રણ એંજિનિયરોના મોત નીપજ્યા હતા.

પાટનગર શિમલાથી 420 કિલોમીટર દુર કાજા પંથકમાં સ્થાપિત રોંગટોંગ જળ વિદ્યુત પ્લાન્ટમાં આ દુર્ઘટના થઇ હતી. જેમાં ત્રણ એંજિનિયર સંજયકુમાર, વિજયકુમાર અને સતીષ પ્લાન્ટમાં ટર્બાઇન લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ સમયે આ વિસ્ફોટ થયો હતો.

સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર ટર્બાઇનમાં પાણી પહોંચાડનાર પ્લાન્ટના મુખ્ય વાલ્વમાં વિસ્ફોટ થયો હતો જેને પગલે ટર્બાઇનમાં દબાઇ જતાં આ ત્રણેય એંજિનિયરોના મોત થયા હતા. મૃતકોમાં બે એંજિનિયર રાજ્ય વીજળી બોર્ડના કર્મચારી હતા, જ્યારે એક ઉત્તર પ્રદેશ નોયડાની એક ખાનગી કંપનીનો કર્મચારી હતો.

કાજાને વીજળી પુરી પાડતો આ જળ વિદ્યુત પ્લાન્ટ 20 વર્ષ જુનો હતો. પ્લાન્ટની મશીનરી જુની થઇ ગઇ હતી અને છેલ્લા ચાર વર્ષથી આ પ્લાન્ટ બંધ હતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ પ્લાન્ટનું સમારકામ ચાલી રહ્યું હતું. મુખ્યમંત્રી વિરભદ્રસિંહ 19મી જૂને આ પ્લાન્ટની મુલાકાત લેશે.
First published:

Tags: ઉર્જા, મોત, વિસ્ફોટ, શિમલા, હિમાચલ પ્રદેશ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन