Home /News /national-international /Blast in Battery: મુંબઈમાં ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ચાર્જિંગ દરમિયાન ફાટી, સાત વર્ષના બાળકનું મોત

Blast in Battery: મુંબઈમાં ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ચાર્જિંગ દરમિયાન ફાટી, સાત વર્ષના બાળકનું મોત

મુંબઈમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફાટતા 7 વર્ષીય બાળકનું મોત. (ઇન્સેટમાં મૃતક બાળકની ફાઇલ તસવીર)

Blast in Battery: મુંબઈના વસઈમાં આવેલા રામદાસનગરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફાટવાથી એક સાત વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, બેટરી ફાટતા ઘરમાં આગ લાગી ગઈ હતી અને બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યારે સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.

વધુ જુઓ ...
મુંબઈઃ વસઈ પૂર્વના રામદાસનગરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ઘરમાં ચાર્જ કરવા મૂકી હતી ત્યારે અચાનક ફાટી હતી. તેને કારણે ઘરમાં આગ લાગી ગઈ હતી અને તેમાં 7 વર્ષીય બાળક શબ્બીર અન્સારી ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેને શ્વાસ છોડી દીધા હતા. વસઈ માણિકપુર અત્યારે આ મામલે એડીઆર અંતર્ગત કેસ દાખલ કરી તપાસમાં લાગી ગઈ છે.

સારવાર દરમિયાન બાળકે દમ તોડ્યો


વસઈ પૂર્વના રામદાસનગરમાં શહનવાઝ અન્સારી પત્ની, માતા અને બાળક સાથે રહે છે. 23 સપ્ટેમ્બરની સવારે 2.30 વાગ્યે શાહનવાઝે ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી કાઢીને તેને ચાર્જ કરવા માટે હોલમાં લગાવી હતી. ત્યારબાદ તે બેડરૂમમાં ઊંઘવા માટે ગયો હતો. ત્યારે અચાનક સવારે 5 વાગ્યે હોલમાં જોરદાર ધડાકો થયો હતો અને હોલમાં આગ લાગી ગઈ હતી. ત્યારે શરફરાઝ બેડરૂમની બહાર આવે ત્યાં સુધીમાં તો માતા સાથે ઊંઘેલા બાળક શબ્બીર અન્સારીને આગે ચપેટમાં લઈ લીધો હતો. આ ઘટનાને પગલે તે ખૂબ ગંભીર રીતે દાઝી ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતુ. સાત વર્ષીય શબ્બીરના મોત પછી વસઈ માણિકપુર પોલીસ એડીઆર અંતર્ગત કેસ દાખલ કરે છે અને આ મામલે તપાસ કરી રહી છે. તેઓ કયા કારણોસર ચાર્જમાં લાગેલી બેટરી ફાટી અને માસૂબ બાળકનો જીવ ગયો તે અંગે તપાસ કરી રહી છે.


હું હોલમાં આવ્યો ત્યારે આગ લાગી ગઈ હતીઃ પિતા


તો આ સમગ્ર ઘટના મામલે મૃતકના પિતાએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, તેમણે 23 તારીખે સવારે 2.30 વાગ્યે ઇલેક્ટ્રિક બાઇકની બેટરી કાઢીને ઘરના હોલમાં ચાર્જ કરવા માટે લગાવી હતી. બાઇકની બેટરી ચાર્જ થતા 3થી 4 કલાકનો સમય લાગે છે. તેથી હું બેટરી ચાર્જમાં મૂકી ઊંઘવા જતો રહ્યો હતો. ત્યારે અચાનક સવારે 5 વાગ્યે જોરદાર ધડાકો સંભળાયો હતો. હું ધડાકાનો અવાજ સાંભળતા જ દોડતો દોડતો હોલમાં આવ્યો હતો અને જોયું તો આગ લાગી ગઈ હતી. હોલમાં સિલિંગ ફેન જમીન પર પડ્યો હતો. મેં તાત્કાલિક મારા બાળક અને માતાને ઘરની બહાર કાઢ્યાં હતા. ત્યાં સુધીમાં મારો બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. જેમની પાસે ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇક છે તેમને એક વિનંતી કરવા માગીશ કે, કોઈપણ વ્યક્તિ ઘરમાં બેટરી ચાર્જ કરવા ના મૂકે.
First published:

Tags: Battery, Mumbai News, વિસ્ફોટ