અફઘાનિસ્ફતાન: ફરી કાબુલમાં સિરિયલ બ્લાસ્ટ, 21નાં મોત, 30 ઈજાગ્રસ્ત

News18 Gujarati
Updated: April 30, 2018, 12:08 PM IST
અફઘાનિસ્ફતાન: ફરી કાબુલમાં સિરિયલ બ્લાસ્ટ, 21નાં મોત, 30 ઈજાગ્રસ્ત
ફાઈલ ફોટો

  • Share this:
અફઘાનિસ્તાન: શસ્દરાક વિસ્તારમાં સીરિયલ બ્લાસ્ટ થયો હોવાની ખબર સામે આવી છે. અફઘાન મીડિયાના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાબુલ શહેર થયેલા આ બ્લાસ્ટને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. અને બચાવ કામગીરી હાથ ધરી છે.જો કે હજુ આ બ્લાસ્ટને લઈને કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ વિસ્ફોટ બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. મહત્વનું છે કે આ વિસ્તારમાં એક સાથે 2 બ્લાસ્ટ થયા છે.

મહત્વનું છે કે પહેલો બ્લાસ્ટ શસદરક વિસ્તારમાં NDS ઇન્ટેલિજન્સ સર્વિસ ઓફિસની પાસે થયો અને બીજો બ્લાસ્ટ ઘટનાસ્થળે હાજર પત્રકારો પર થયો. મળતા માહિતી મુજબ, માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના મીડિયાકર્મી અને NDS કર્મચારી છે.

આ વિસ્ફોટ એનડીએસ ઈન્ટેલિજેન્સ સર્વિસની બિલ્ડિંગ પાસે થયો છે. જણાવી દયે કે એક અઠવાડિયા પહેલા જ શહેરના પશ્ચિમમાં વોટર રજિસ્ટ્રેશન સેન્ટરમાં વિસ્ફોટ થયો હતો. તેમાં 60 લોકોના જીવ ગયા હતા અને 129 લોકો ઘાયલ થયા હતા. આ સંજોગોમાં આ વિસ્ફોટ પણ આતંકીઓએ કર્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી. હાલ આ વિસ્ફોટની તપાસ ચાલી રહી છે.

20 એપ્રિલે પણ એક અજાણ્યા હુમલાખોરે કાલા એ નાઉના વોટર રજિસ્ટ્રેશન સેન્ટર પર હુમલો કર્યો હતો. તેમાં એક પોલિસકર્મીનું મોત નિપજ્યું હતું.

મહત્તવનું છે કે આ પહેલા પણ કાબુલમાં યુનિવર્સિટી અને હોસ્પિટલ પાસે જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં 26 લોકોના મોત થયા હતો, જ્યારે 18થી વધુ લોકો ઘાયલ  થયા હતા.
First published: April 30, 2018, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading