Home /News /national-international /

ઓડિશા: ચાર્જિંગમાં લાગેલો નોકિયા ફોન ફાટ્યો, વાત કરતી યુવતીનું મોત

ઓડિશા: ચાર્જિંગમાં લાગેલો નોકિયા ફોન ફાટ્યો, વાત કરતી યુવતીનું મોત

19 વર્ષની ઉમા ઉરાંવ મોબાઇલ ફોનને ચાર્જિંગમાં લગાવીને વાત કરતી હતી. તે સમયે અચાનક જ તેનાં નોકિયા 5233 મોડલમાં બ્લાસ્ટ થયો. અને તેમાં આગ લાગી ગઇ.

19 વર્ષની ઉમા ઉરાંવ મોબાઇલ ફોનને ચાર્જિંગમાં લગાવીને વાત કરતી હતી. તે સમયે અચાનક જ તેનાં નોકિયા 5233 મોડલમાં બ્લાસ્ટ થયો. અને તેમાં આગ લાગી ગઇ.

    ઓડિશા: આજની આ ફાસ્ટ લાઇફમાં મોબાઇલ ફોન કેટલો જરૂરી છે તે વાત તો સૌ કોઇ જાણે છે. પણ જો આપ તેનો યોગ્ય રીતે ઉપયોગ ન કરો તો તે  જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

    ઓડિશાનાં ઝારસુગુડા જિલ્લાનાં ખેરિયાકાની ગામમાં મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ થવાથી એક યુવતીનું મોત થઇ ગયુ છે. સોર્સિસની માનીયે તો 19 વર્ષની ઉમા ઉરાંવ મોબાઇલ ફોનને ચાર્જિંગમાં લગાવીને વાત કરતી હતી. તે સમયે અચાનક જ તેનાં નોકિયા 5233 મોડલમાં બ્લાસ્ટ થયો. અને તેમાં આગ લાગી ગઇ.

    બ્લાસ્ટથી રૂમની અંદર ધુમાડો ફેલાઇ ગયો હતો. જે બાદ ઉમા બેભાન થઇ ગઇ હતી. અને તેની હાલત ગંભીર હતી. પરિવારજનો તેને હોસ્પિટલમાં ઇલાજ માટે તુરંત જ લઇ ગયા હતાં પણ ત્યાં તેનું મોત થઇ ગયુ હતું.

    હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને તેનાં શબનું પોસ્ટમોર્ટમ કરવા મોકલવામાં આવ્યું છે.

    HMD ગ્લોબલ, જે ફરી લોન્ચ થઇ અને નોકિયા કંપનીનું માર્કેટિંગ કરી રહી છે. તેણે આ ઘટના મામલે પુછવામાં આવ્યું ત્યારે તેમણે તેમ કહીને આ ઘટનાથી કિનારો કરી લીધો કે તેમણે નોકિયા ફોનનું મોડલ (નોકિયા 5233) નથી બનાવ્યું કે વેચ્યું. તેથી તે આ વિશે કંઇજ કહી ન શકે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Blast in Mobile Phone, Girl Killed, Odisha

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन