મક્કા મસ્જિદ કેસમાં નિર્દોષ અસીમાનંદ વિશે આ 7 વાત જાણો છો તમે?

News18 Gujarati
Updated: April 16, 2018, 2:57 PM IST
મક્કા મસ્જિદ કેસમાં નિર્દોષ અસીમાનંદ વિશે આ 7 વાત જાણો છો તમે?
News18 Gujarati
Updated: April 16, 2018, 2:57 PM IST
હૈદરાબાદના મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં 11 વર્ષ પછી એનઆઈએની વિશેષ કોર્ટે ચુકાદો આપતાં તમામ 5 આરોપીઓને સબૂતના અભાવને કારણે બરતરફ કર્યા છે. આ કેસમાં સ્વામી અસીમાનંદને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસ પહેલા અસીમાનંદનું નામ અજીમર દરગાહના ધમકા, સમઝોતા એક્સપ્રેસ બ્લાસ્ટ અને 2008 માં મહારાષ્ટ્રના માલેગાંવ
માં થયેલા બ્લાસ્ટમાં પણ જોડાયેલ છે.શું તમે જાણો છો કોણ છે?

અસીમાનંદને જતિન ચેટર્જીએ ઉર્ફ નબાકુમર ઉર્ફ સ્વામી ઓકારનાથના નામથી પણ ઓળખાય છે. તે મૂળરૂપથી પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રહેવાસી છે. તે બોટની (વનસ્પતિ વિજ્ઞાન) થી ગ્રેજ્યુએશન કર્યું.

-1990 થી 2007 વચ્ચે અસીમાનંદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયા. અહીં તેઓએ વનવાસી કલ્યાણ આશ્રમના પ્રાંત પ્રચારક પ્રમુખની જવાબદારી સંભાળી હતી. 1995ની આસપાસ તે ગુજરાતના ડાંગ જિલ્લાના મુખ્યાલય આહવામાં આવ્યા. અહીં 'હિન્દુ ધર્મ જાગરણ અને શુદ્ધતા' નું કામ કરવા લાગ્યા.

-અસીમાનંદે આહવામાં શબરી માતાનું મંદિર અને ધામ બનાવ્યું. 2006માં લઘુમતી સમુદાયને ત્રાસ આપવા માટે કુંભનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન અહીં સુનિયોજિત ધમાકા થયા હતા.

-સ્વામી અસીમાનંદે અઝમર, હૈદરાબાદ અને સમજૂતી એક્સપ્રેસ વિસ્ફોટ કેસમાં 19 નવેમ્બર, 2010, ઉત્તરાખંડના હરિદ્વારથી ધરપકડ કરવામાં આવ્યા હતા.

-વર્ષ 2011માં તેમણે મેજિસ્ટ્રેટની કબૂલાત કરી હતી કે અઝમેરની દરગાહ, હૈદરાબાદની મક્કા મસ્જિદ અને અન્ય અનેક સ્થળ પર બૉમ્બ ધડાકો તેમના અન્ય હિંદુ આતંકવાદીઓનો હાથ હતો. હાલમાં તેઓ તેમના નિવેદનથી પલટી ગયા છે.
Loading...

અસીમાનંદને સધ્વી પ્રજ્ઞા ઠાકુરના નજીકના ગણાય છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું નામ પણ માલેગાંવ બ્લાસ્ટમાં સામે આવ્યુ હતુ.

અસીમાનંદ 1988 સુધી તેમના ગુરુ સાથે પશ્ચિમ બંગાળના બર્ધવાનમાં જ રહે છે.
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर