Home /News /national-international /અજમેરમાં ચોરોએ ATMમાં કર્યો બ્લાસ્ટ, બળીને ખાખ થયા લાખો રૂપિયા

અજમેરમાં ચોરોએ ATMમાં કર્યો બ્લાસ્ટ, બળીને ખાખ થયા લાખો રૂપિયા

    રાજસ્થાનના અજમેર જિલ્લામાં આજે મંગળવારે એટીએમ લૂંટની ઘટના બની છે. અહીંયાના વિસ્તારમાં લૂટના ઇરાદાથી એક બેંક એટીએમને બ્લાસ્ટ કરીને ઉડાવી દીધું. જો કે ચોરોનો હેતુ પુરો ન થયો અને જોરદાર ધમાકાથી ક્ષતિગ્રસ્ત થયેલા એટીએમમાં આગ લાગી ગઇ હતી. જેમાં એટીએમમાં રહેલા 14 લાખ રૂપિયા બળીને નષ્ટ થઇ ગયા હતાં. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ તપાસમાં લાગી ગઇ હતી. અત્યારે લૂંટારાઓની કોઇ ભાળ નથી મળી.

    આ ઘટના સાવર વિસ્તારમાં સ્થિત બેંક ઓફ બરોડોના એટીએમમાં થઇ છે. આ ઘટનાના બે દિવસ પહેલા જ એટીએમમાં 25 લાખની રોકડ જમા કરાવવામાં આવી હતી. બેંક સૂત્રો પ્રમાણે આ ઘટના ઘટી ત્યારે એટીએમમાં 14 લાખ રૂપિયા રોકડ હતાં. પ્રારંભિક તપાસમાં આમાંથી અધિકાંશ કરન્સી નોટ બળીને ખાખ થઇ ગયા છે.

    કેકડીના પોલીસ સ્ટેશન પ્રમાણે એટીએમ લૂંટવાના આવા પ્રયાસો પહેલા પણ થઇ ચુક્યાં છે. આ ઘટના સોમવારે મોડી રાતે અજાણ્યા માણસોએ કરી હતી. મામલામાં તપાસ માટે ત્યાં બોમ્બ નિરોધક ટીમ પહોંચી ગઇ હતી અને કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Ajmer, એટીએમ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन