અફઘાનિસ્તાન : કંધારની શિયા મસ્જિદમાં 3 સિરીયલ બોમ્બ બ્લાસ્ટ, 32ના મોત

કંધારની શિયા મસ્જિદમાં 3 સિરીયલ બોમ્બ બ્લાસ્ટ

Afghanistan Suicide Bomb Blast- શુક્રવારની નમાજ માટે લોકો એકઠા થયા હતા, પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એક પછી એક ત્રણ ધમાકા થયા

 • Share this:
  કાબુલ : અફઘાનિસ્તાનના (Afghanistan)કંધારની ઇમામ બારગાહ મસ્જિદમાં (Kandahars Imam Bargah Mosque) બોમ્બ બ્લાસ્ટ થયો (Afghanistan Suicide Bomb Blast)છે. અફઘાન મીડિયા ટોલો ન્યૂઝના મતે બ્લાસ્ટમાં અત્યાર સુધી 32 લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે 45 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ એક શિયા મસ્જિદ હતી. જેમાં શુક્રવારની નમાજ માટે લોકો એકઠા થયા હતા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એક પછી એક ત્રણ ધમાકા થયા હતા.

  ગૃહ મંત્રાલયના પ્રવક્તા સઇદ કોસ્તીએ જણાવ્યું કે ડઝન લોકો આ બ્લાસ્ટમાં માર્યા જવાની અને ઇજાગ્રસ્ત થવાની સૂચના મળી છે. તાલિબાનની સ્પેશ્યલ ફોર્સેસ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. તપાસ કરી રહ્યા છે કે આખરે આ કેવી રીતનો બ્લાસ્ટ છે.

  શિયાને કેમ બનાવ્યા નિશાન?

  ઇસ્લામિક સ્ટેટ સમૂહના આતંકવાદીઓનો અફઘાનિસ્તાનના શિયા મુસ્લિમ અલ્પસંખ્યકો પર હુમલો કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. જે લોકોને નિશાન બનાવ્યા છે તે હજારા સમુદાયથી છે. જે સુન્ની બહુલ દેશમાં લાંબા સમયથી ભેદભાવનો શિકાર બનતા રહ્યા છે.

  આ પણ વાંચો - તાઇવાનમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ, 46 લોકો ભડથું, જોરદાર ધમાકાનો આવ્યો અવાજ  ગત શુક્રવારે મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં 100 લોકોના મોત થયા હતા

  ગત શુક્રવારે ઉત્તરી અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટમાં 100 લોકોના મોત થયા છે. સ્થાનિક હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યું કે અમારે ત્યાં 35 લાશ અને 50થી વધારે ઇજાગ્રસ્ત લોકો આવ્યા છે. જ્યારે ડોક્ટર્સ વિદાઉટ બોડર્સની એક હોસ્પિટલમાં લગભગ 15 લાશ પહોંચી છે. શુક્રવારની સાપ્તાહિક નમાજ દરમિયાન કુંદુજ પ્રાંતની (Northern Afghan city of Kunduz) એક શિયા મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે જ્યારે નમાજ કરી રહ્યા હતા ત્યારે તેમણે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો.

  તમને જણાવી દઈએ કે તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા પછી દેશમાં આઈએસઆઈએસ-ખુરાસાન (ISIS-K)સક્રિય થઇ ગયું છે. તાલિબાનને નિશાન બનાવી હુમલા વધારી દીધા છે. ઇસ્લામિક સ્ટેટનું ખુરાસાન શાખા પર પ્રભુત્વ અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત નંગરહારમાં છે. તે તાલિબાનને પોતાનો દુશ્મન માને છે. તેણે આ પહેલા તાલિબાન પર થયેલા હુમલાની જવાબદારી લીધી છે. જેમાં જલાલાબાદમાં તાલિબાન લડાકોની ગાડી પર હુમલો પણ સામેલ છે.
  Published by:Ashish Goyal
  First published: