Home /News /national-international /Blast in Kabul: કાબુલની મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ; 3 લોકોના મોત, 25 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

Blast in Kabul: કાબુલની મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ; 3 લોકોના મોત, 25 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

કાબુલમાં મંત્રાલય પાસે આવેલી મસ્જિદમાં બ્લાસ્ટ થયો છે.

Blast in Kabul: અફઘાનિસ્તાનની રાજધાનીના મંત્રાલય પાસે આવેલી એક મસ્જિદમાં વિસ્ફોટ થયો છે. આ ધમાકામાં 3 લોકોના મોત નીપજ્યા છે અને 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આંતરિક મામલાના પ્રવક્તાએ આ મામલે તપાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે.

    કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મસ્જિદ બહાર જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. દેશના આંતરિક મામલોના મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફઈ ટાકોરે જણાવ્યુ હતુ કે, આ વિસ્ફોટ મંત્રાલય પાસે આવેલી મસ્જિદમાં થયો છે અને હાલ આ મામલે તપાસ ચાલુ છે.  હાલ તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

    ગયા અઠવાડિયે સ્કૂલમાં બ્લાસ્ટ થયો હતો


    ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે શુક્રવારે પણ પશ્ચિમી કાબુલમાં શાહિદ માજરી રોડ પર સ્કૂલમાં આ વિસ્ફોટ થયો હતો. તેમાં 53 લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં 46 છોકરીઓ અને મહિલાઓ હતી. એવું કહેવાઈ રહ્યુ છે કે, સ્કૂલ સ્ટડી હોલમાં જ્યારે વિદ્યાર્થીઓની જબરદસ્ત ભીડ હતી ત્યારે ધડાકો થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, ધડાકો એવો ખતરનાક હતો કે મૃતદેહો આમતેમ ફેલાઈ ગયા હતા.

    આ પણ વાંચોઃ ફરી એક વખત બૉમ્બ બ્લાસ્ટથી ધણધણ્યું કાબુલ, 19નાં મોત

    આત્મઘાતી હુમલો હતોઃ તાલિબાન પ્રવક્તા


    આ વિસ્ફોટમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. તાલિબાન પ્રવક્તાએ આ મામલે જણાવ્યું હતું કે, આ આત્મઘાતી હુમલો હતો, જે શિયા વિસ્તારમાં થયો છે. હુમલાખોરે કાજ શિક્ષા કેન્દ્રમાં પોતાને ઉડાવી દીધો હતો. વિસ્ફોટનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના પછી અફઘાનિસ્તાનમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Afghanistan Bomb Blast

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन