કરાચીઃ પાકિસ્તાન (Pakistan)માં શનિવાર મોડી રાત્રે તે સમયે હોબાળો થઈ ગયો જ્યારે.એક સાથે દેશના મોટા હિસ્સાનો વીજળી સપ્લાય બંધ થઈ ગયો. પાકિસ્તાનમાં એક સાથે અનેક શહેરોમાં વીજળી ડુલ થવાના અહેવાલો દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો અને ટ્વીટર પર #blackout ટ્રેન્ડ થવા લાગ્યું. અહેવાલ છે કે ટેક્નીકલ ખામીના કારણે રાત્રે લગભગ 11:41 વાગ્યે કરાચી, ઈસ્લામાબાદ, લાહોર, પેશાવર અને રાવલપિંડી સહિત પૂરું પાકિસ્તાન અંધારામાં ડૂબી ગયું. નોંધનીય છે કે પાકિસ્તાનમાં બ્લેક આઉટ થવું એ કોઈ નવી વાત નથી. આ પહેલા જાન્યુઆરી 2015માં પણ આવી જ ટેક્નીકલ ખામીના કારણે સમગ્ર દેશની વીજળી જતી રહી હતી.
આ સમગ્ર ટેક્નીકલ ખામી વિશે જાણકારી આપતાં પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે ટ્વીટ કરીને લખ્યું કે, પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રીકવન્સીમાં અચાનક 50થી 0નો ઘટાડો આવવાના કારણે દેશવ્યાપી બ્લેકઆઉટ થઈ ગયું. મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે રાત્રે લગભગ 11 વાગીને 41 મિનિટ પર થોડીક ટેક્નીકલ મુશ્કેલી ઊભી થવાના કારણે સમગ્ર દેશમાં બ્લેકઆઉટ થઈ ગયું. મંત્રાલયે લોકોને સંયમ રાખવાની અપીલ પણ કરી.
#UPDATE | The massive power blackout has plunged entire Pakistan into darkness, reports Dawn News https://t.co/bnGwlbpGCu
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના સહયોગી શાહબાજ ગિલે આ વિશે જાણકારી આપતા કહ્યું કે, ઉર્જા મંત્રી ઉમર અયૂબ અને તેમની સમગ્ર ટીમ પાકિસ્તાનમાં થયેલા બ્રેકડાઉનને ઠીક કરવાના કામમાં લાગી ગઈ છે. નોંધનીય છે કે, આ પહેલા જાન્યુઆરી 2015માં પણ આવું થયું હતું. પાકિસ્તાન ટેકનીકલ ખામીઓને કારણે અનેક કલાકો સુધી વીજળી વગર રહી હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાત્રે લગભગ બે વાગ્યે કેટલાક શહેરોમાં વીજળીનો સપ્લાય ફરી ચાલુ થયો હતો. જ્યારે કેટલાક શહેરોમાં હજુ પણ સપ્લાય ચાલુ નથી થઈ શકો. ટેક્નીકલ ખામીઓને દૂર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર