બહુચર્ચિત કાળિયાર શિકાર મામલામાં સીજેએમ ગ્રામ્ય કોર્ટના આદેશની વિરુદ્ધ સલમાન ખાન તરફથી દાખલ અપીલ પર સુનાવણી બુધવારે થશે. બીજી તરફ, અપીલ બિશ્નોઈ સમાજ તરફથી સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રેની વિરુદ્ધ કરવામાં આવી હતી, તેની ઉપર પણ આજે સુનાવણી થઈ શકે છે.
આ પહેલા આ મામલાની સુનાવણી 20 ફેબ્રુઆરીએ થવાની હતી, જોકે, મામલાની સુનાવણી 3 એપ્રિલ માટે ટાળી દેવામાં આવી હતી. સલમાન ખાનની વિરુદ્ધ ગેરકાયદે હથિયાર મામલામાં સરકારની અપીલ ઉપર પણ બુધવારે જ સુનાવણી થશે.
પહેલી અપીલ સલમાન ખાન તરફથી હતી, જેમાં સલમાનને 5 વર્ષની સજા આપવામાં આવી હતી. સજા વિરુદ્ધ સલમાને જિલ્લા સત્ર કોર્ટમાં અપીલ કરી છે. બીજી અપીલ બિશ્નોઈ સમાજ તરફથી કરવામાં આવી હતી જેમાં સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ, સોનાલી બેન્દ્રેને કાળિયાર શિકાર મામલામાં મુક્ત કરવા વિરુદ્ધ રજૂ કરવામાં આવી હતી. તો ત્રીજી અપીલ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી, જેમાં સલમાન ખાનને ગેરકાયદે હથિયાર મામલામાં મુક્ત કરવાની વિરુદ્ધ અપીલ હતી. બુધવારે જ ત્રણેય અપીલ પર સુનાવણી થવાની શક્યતા છે.
20 વર્ષ પહેલા 1998માં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને સહ કલાકારો પર કાંકાણી ગામમાં કાળિયારના શિકારનો આરોપ લાગ્યો હતો, જેમાં સલમાનને દોષી માનતા સીજેએમ દેવકુમાર ખત્રીની કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી. સાથે જ સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ, સોનાલી તથા દુષ્યંત સિંહને સંદેહનો લાભ આપી દોષમુક્ત કરી દીભા હતા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર