હવે વીડિયો બનાવવા માટે બાળકો જીવ પણ આપી રહ્યા છે, જાણો શુ છે આ ‘બ્લેકઆઉટ ચેલેન્જ’
‘બ્લેકઆઉટ ચેલેન્જ’
Black Out Challenge: સોશિયલ મીડિયામાં હવે શોર્ટ વાડિયો બનાવાવા માટે વિતિત્ર વલણોના કારણે હવે ઘણા બાળકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે બાળકો બ્લેકઆઉટ ચેલેન્જમાં ભાગ લઈ વીડિયો બનાવી રહ્યા છે.
દિલ્હી: સોશિયલ મીડિયામા વાયરલ થવા માટે યુજર્સ અલગ અલગ રીતો અજમાવતા હોય છે અને શોર્ટ વીડિયોમાં કંઈક અનોખું બતાવવા માગતા હોય છે. તેના જ કારણે સોશિયલ મીડિયા પર એક પછી એક વિચિત્ર પડકારો આવતા રહે છે. આવો જ એક ચેલેન્જ 20 જેટલા બાળકોના મોતનું કારણ બન્યો છે.
આ ચેલેન્જના કારણે 20 બાળકોનો જીવ ગયો
નવા TikTok શોર્ટ વીડિયો ચેલેન્જને 'બ્લેકઆઉટ ચેલેન્જ' નામ આપવામાં આવ્યું છે અને છેલ્લા 18 મહિનામાં તેના કારણે 14 અને તેનાથી ઓછી ઉંમરના લગભગ 20 બાળકોના જીવ ગયા છે. આ ચેલેન્જને ખતરનાક માનવામાં આવી રહી હોવા છતાં વધુ લાઈક્સ અને ફોલોઅર્સના લોભને કારણે બાળકો તેનો ભાગ બની રહ્યા છે.
બ્લેકઆઉટ ચેલેન્જમાં સગીર વયના ઇન્ટરનેટ વપરાશકર્તાઓ અને બાળકો ભાગ લઈ રહ્યા છે. જેઓ 'કૂલ' બનવા માંગે છે. આ ચેલેન્જમાં યુઝર્સ પોતાનો શ્વાસ રોકવાનો પ્રયાસ કરે છે, જ્યા સુધી તેઓ બેભાન ન થઈ જાય. તેના પછી તેઓ હોશમાં આવ્યા હોવાનો પણ વીડિયો પણ શેર કરતા હોય છે. હવે સમસ્યા ત્યા છે, જ્યારે આવી સ્થિતિમાં ક્યારેક શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પણ થઈ શકે છે.
અમેરિકન સરકારના ડેટા પ્રમાણે લગભગ બે દાયકા પહેલાથી આ ચેલેન્જના અલગ-અલગ વર્ઝન જોવા મળી રહ્યા છે અને સોશિયલ મીડિયાના કારણે તેને પ્રોત્સાહન મળ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં જ 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના 15 બાળકો બ્લેકઆઉટ ચેલેન્જને કારણે મૃત્યુ પામ્યા છે. અને સાથે સાથે આ સમયગાળા દરમિયાન 13-14 વર્ષની વયના પાંચ બાળકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.
બાળકોને સોશિયલ મીડિયા અને શોર્ટ વીડિયો એપથી દૂર રાખવા ખૂબ જ જરૂરી છે. કારણ કે, તેઓ આ પડકારો જુવાની સાથે જ તેની નકલ કરવાનો પ્રયાસ કરે છે. આવી પરિસ્થિતિમાં શ્વાસ બંધ રોકવો અને ગૂંગળામણ જેવા પડકારોમાં એક ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે. આ પહેલા ભારતમાં પણ ‘બ્લૂ વ્હેલ’ ચેલેન્જના કારણે ઘણા બાળકો અને કિશોરોએ આત્મહત્યા કરી હતી.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર