કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે Remdesivir ઇન્જેક્શનના કાળાબજાર, બે લાખ રૂપિયા સુધી મળી રહ્યો છે એક ડોઝ

ફાઇલ તસવીર.

Coronavirus In India: કોરોના સંક્રમણના કેસ વધવાની સાથે સાથે રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ વધી છે. એક રિપોર્ટ પ્રમાણે 28 માર્ચ પછી ઇન્જેક્શનની માંગમાં 50 ગણો વધારે થયો છે.

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં અનેક રાજ્યમાં કોરોના (Coronavirus)નું સંક્રમણ વધતા જ ત્યાં ફરીથી ઑક્સીજન સિલિન્ડર અને રેમડેસિવિર (remdesivir) ઇન્જેક્શનને લઈને સમસ્યા શરૂ થઈ ગઈ છે. કોવિડની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શન કેટલીક જગ્યાએ નક્કી કરવામાં આવેલી કિંમતથી 1000 ગણા વધારે ભાવે વેચાઈ રહ્યા છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારને આ મામલે દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્ય પ્રદેશ સહિત રાજ્યોમાંથી ફરિયાદ પણ મળી છે. આ સાથે જ હૉસ્પિટલોમાં ઑક્સીજનની માંગ પણ વધી છે. જે માટે ઑક્સીજન સિલિન્ડરના પણ કાળાબજાર થઈ રહ્યા છે.

    ભારતમાં સાત કંપની બનાવે છે રેમડેસિવિર

    કોરોના સંક્રમણ વધવાની સાથે સાથે રેમડેસિવિરની માંગ પણ ખૂબ વધી છે. હિન્દુ વર્તમાનપત્ર અમર ઉજાલાના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે 28 માર્ચ પછી રેમડેસિવિરની માંગ 50 ગણી વધી છે. આથી કેન્દ્ર સરકારોએ દવા કંપનીઓને ઉત્પાદન વધારવાનું કહ્યું છે. હાલમાં હાલત એવી છે કે રેમડેસિવિરના એક ડોઝ માટે લોકોએ દોઢથી બે લાખ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. રિપોર્ટમાં સરકારી દસ્તાવેજને ટાંકની લખવામાં આવ્યું છે કે ભારતમાં સાત કંપની રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. આ કંપનીઓની ક્ષમતા મહિનાની 31.60 લાખ વાયલ છે.

    આ પણ વાંચો: અરવલ્લી: PSIએ દારૂ પીને મચાવી ધમાલ, પૂર ઝડપે જીપ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં

    મુંબઈમાં એક વ્યક્તિ પાસેથી રેમડેસિવિરની 12 શીશી મળી

    મુંબઈ પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. તેની પાસેથી રમેડેસિવિરની 12 શીશી મળી આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ક્રાઇમ બ્રાંચે સરફરાઝ હુસૈનની ગુરુવારે સાંજે અંધેરી (પૂર્વ) ખાતેથી ધરપકડ કરી હતી. તેની પાસેથી ઇન્જેક્શન મળી આવ્યા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાથી હાલત ખરાબ થતાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ ખૂબ વધી છે. મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે રેમડેસિવિરની એક બોટલની કિંમત 1,100 રૂપિયાથી 1,400 રૂપિયા નક્કી કરી રતી. સાથે જ સંગ્રહખોરી અને કાળાબજારા વિરુદ્ધ ચેતવણી ઉચ્ચારી છે.

    આ પણ વાંચો: અમદાવાદ: BRTS કોરિડોરમાં ખાનગી વાહનો ચલાવી શકાશે, જાણો નિયમ


    આ પણ વાંચો: વાપી: લગ્ન પ્રસંગ માટે લવાયેલો પાંચ લાખનો વિદેશી દારૂ મળ્યો, ત્રણ જાણીતા વેપારીની ધરપકડ


    અમદાવાદમાં ઇન્જેક્શનની ખરીદી માટે ભીડ યથાવત

    અમદાવાદ ખાતે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની ભીડ યથાવત રહી છે. લોકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમને ઇન્જેક્શન નથી મળી રહ્યા. શુક્રવારે ઝાયડસ હૉસ્પિટલ બહાર ઇન્જેક્શન લેવા માટે 300થી વધારે લોકો લાઇનમાં ઊભેલા જોવા મળ્યા હતા. ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ સુરત, રાજકોટ, મહેસાણાના લોકો પણ ઇન્જેક્શન લેવા માટે ઝાયડસ ખાતે પહોંચી રહ્યા છે. લોકો રાતથી જ અહીં લાઇનમાં ઊભા રહી જાય છે. બીજી તરફ લોકોએ માંગણી કરી છે કે ઝાયડસ સિવાય અન્ય જગ્યાએ પણ ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
    Published by:Vinod Zankhaliya
    First published: