હાથરસમાં AAP નેતા સંજયસિંહ પર સાહી ફેંકવામાં આવી, આપ કાર્યકર્તા પર લાઠીચાર્જ

હાથરસમાં AAP નેતા સંજયસિંહ પર સાહી ફેંકવામાં આવી, આપ કાર્યકર્તા પર લાઠીચાર્જ (તસવીર - ટ્વિટર)

સાહી ફેંકવાના લઈને આપ કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઝડપ થઈ હતી

 • Share this:
  હાથરસ : યૂપીના હાથરસમાં કથિત ગેંગરેપ (Hathras Case) પીડિતાના પરિવારજનોને મળવા પહોંચી રહેલા નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પોલીસની ઝડપ અટકી રહી નથી. આજે એક નાટકીય ઘટનાક્રમમાં આમ આદમી પાર્ટીના (AAP)વરિષ્ઠ નેતા સંજયસિંહ (Sanjay Singh)ઉપર સવર્ણ સમાજના સમર્થકોએ કાળી સાહી ફેંકી હતી. આ પછી આપના કાર્યકર્તા ઉગ્ર થયા હતા. જેથી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. સ્યાહી ફેંકવાના લઈને આપ કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઝડપ થઈ હતી.

  હાથરસમાં આમ આદમ પાર્ટીના નેતા સંજય સિંહ પર કાળી સાહી ફેંકવાનો આરોપ સવર્ણ સમાજના દીપક શર્મા પર લાગ્યો છે. સાહી ફેંકવાને લઈને આપ કાર્યકર્તા અને પોલીસ વચ્ચે જોરદાર ઝડપ થઈ હતી. તમને જણાવી દઈએ કે હાથરસ કાંડને લઈને રાજનીતિ ઘમાસાન યથાવત્ છે. પોલીસે આજે રાષ્ટ્રીય લોકદળના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી અને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ સહિત 400 કાર્યકર્તાઓ સામે કેસ નોંધ્યો છે. રવિવારે જયંત ચૌધરી અને ચંદ્રશેખર આઝાદ પોતાના સમર્થકો સાથે પીડિત પરિવારને મળવા બુલગઢી પહોંચ્યા હતા. જિલ્લા પ્રશાસને કલમ 144 અને કોરોના મહામારીના કારણે ફક્ત પાંચ લોકોને જવાની મંજૂરી આપી છે. જોકે નેતાઓ સેંકડો સમર્થકો સાથે પહોંચ્યા હતા. જેના કારણે ઘણો હંગામો થયો હતો અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.

  આ પણ વાંચો - વેક્સીનમાં ભારત બાયોટેક ભેળવશે આ ખાસ ચીજ, લાંબા સમય સુધી આપશે કોરોનાથી સુરક્ષા

  આ દરમિયાન હાથરસ પોલીસે આ મામલાને લઈને યોગી સરકારને તપાસ રિપોર્ટ મોકલ્યો છે. જેમાં હાથરસ કાંડ પાછળ પ્રદેશમાં સાંપ્રદાયિક દંગા ભડકાવવાનો ષડયંત્ર રચવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પછી યોગી સરકારે સોમવારે મોટી કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: