ભારતના તમામ 28 રાજ્યો અને લગભગ 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં હજુ પણ બ્લેક ફંગસ (Black Fungus) એટલે કે મ્યૂકરમાઇકોસિસ (Mucormycosis)ના કેસ નોંધાઇ રહ્યા છે. જોકે, દિલ્હી-એનસીઆર સહિત દેશના અન્ય અમુક ભાગોમાં ગત થોડા દિવસોમાં બ્લેક ફંગસના કેસોમાં થોડો ઘટાડો આવ્યો છે. એઇમ્સના રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ જ મોટા ભાગે બ્લેક ફંગસની ઝપેટમાં આવે છે. જણાવી દઇએ કે, દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે, પરંતુ બ્લેક ફંગસના ઘણા દર્દીઓની સારવાર હજુ પણ દેશના ઘણા સરકારી દવાખાનાઓ અને ખાનગી દવાખાનાઓમાં ચાલી રહ્યો છે. ડોક્ટરો અનુસાર, બ્લેક ફંગસની સારવાર લાંબી ચાલે છે. તેની દવાના ડોઝ આપવામાં જ દર્દીને લગભગ 20 દિવસ લાગી જાય છે. તેના કારણે બ્લેક ફંગસના દર્દીઓ વધુ દિવસો સુધી હોસ્પિટલમાં રહે છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 42,000 બ્લેક ફંગસના કેસો સામે આવ્યા છે. તેમાં મોટા ભાગના દર્દીઓના મગજ અને નાસિકા તંત્રમાં સંક્રમણ થયું છે. પરંતુ ગત થોડા દિવસોમાં યૂપી, બિહાર, મધ્ય પ્રદેશ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં લોકોને જડબામાં અને શરીરના અન્ય અંગો પર પણ બ્લેક ફંગસ થઇ રહી છે.
શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઇ રહ્યું છે બ્લેક ફંગસ
જણાવી દઇએ કે દેશમાં બ્લેક ફંગસના દર્દીઓની સારવાર અમુક હોસ્પિટલમાં જ થઇ રહી છે. બ્લેક ફંગસને લઇને ઘણા રાજ્યની સરકારે કોઇ ખાસ સુવિધાઓ ઉભી કરી નથી. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં તો સ્થિતિ વધુ ભયાનક છે. જો બિહારની વાત કરીએ તો માત્ર પટના એઇમ્સ અને આઇજીઆઇએમમાં જ બ્લેક ફંગસના દર્દીઓનો ઇલાજ થઇ રહ્યો છે. આ જ હાલત દેશના અન્ય રાજ્યોનો પણ છે. બ્લેક ફંગસના દર્દીઓને ભટકવા સિવાય બીજો કોઇ ઉપાય નથી.
ગત સપ્તાહ સુધી કેન્દ્ર સરકારના ડેટા અનુસાર દેશમાં બ્લેક ફંગસના 40,845 કેસ હતા. આ ડેટા અનુસાર 31,344 કેસ મગજ કે પછી નાસિકા તંત્રમાં ઇન્ફેક્શન સાથે જોડાયેલા હતા. જો વાત દિલ્હીની કરીએ તો એલએનપી હોસ્પિટલમાં બ્લેક ફંગસના લગભગ 100 દર્દી દાખલ છે. ગત બે સપ્તાહમાં આ હોસ્પિટલમાંથી લગભગ 15-20 દર્દીઓને ડિસ્ચાર્જ મળી ગયો છે. રાજધાની દિલ્હીમાં બ્લેક ફંગસ માટે એઇમ્સ, આરએમએલ, લેડી હાર્ડિંગ અને દિલ્હી સરકાર હેઠળ એલએનજેપી, જીટીબી અને રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી રહી છે.
રાજ્યોની સ્થિતિ શું કહે છે?
જો વાત બિહારની કરીએ તો અત્યાર સુધી રાજ્યમાં બ્લેક ફંગસથી 80થી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. લગભગ 600થી વધુ દર્દીઓમાં બ્લેક ફંગસની પુષ્ટિ થઇ ચૂકી છે. લગભગ 200 દર્દીઓ સાજા થઇ ગયા છે અને 330 દર્દીઓ હજુ પણ બ્લેક ફંગસ સામે જીંદગીની જંગ લડી રહ્યા છે.
બ્લેક ફંગસના મોટા ભાગના કેસ આંખ અને મગજમાં મળી રહ્યા હતા, પરંતુ ગત થોડા દિવસોમાં જડબા અને શરીરના અન્ય અંગોમાં પણ બ્લેક ફંગસ મળવા લાગી. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં તો ગત થોડા દિવસોમમાં જડબા બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. બ્લેક ફંગસના કારણે મોટાભાગના દર્દીઓના જડબાને કાઢવા પડ્યા હતા. દેશમાં ડોક્ટરોની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા નેશનલ મેડિકલ કમિશન બોર્ડના અધ્યક્ષ અને ઇએનટી ડોક્ટર અચલ ગુલાટી કહે છે, બ્લેક ફંગસ થવાના અલગ અલગ કારણ છે. પહેલા નાકમાં થાય છે અને પછી નાકમાંથી સાયનેસઝમાં પછી સાઇનેઝથી આંખ અને મગજમાં બ્લેક ફંગસ ફેલાય છે. ઉપરનું જડબું, નીચેનું જડબું, આંખ, મગજ એક બીજા સાથે સંકળાયેલા છે. તે કારણ છે કે તમામ ભાગ બ્લેક ફંગસથી પ્રભાવિત થાય છે. બ્લેક ફંગસનું આ નવું રૂપ ઘણું ગંભીર છે. ફંગસ ફેલાવાના કારણે ઘણા દર્દીઓની આંખ પણ કાઢવી પડી તો ઘણા દર્દીઓના જડબા પણ કાઢવા પડ્યા હતા. બ્લેક ફંગસના કારણે દાંત, જડબાના હાડકા ગળી જાય છે. તેથી તેને કાઢવું જરૂરી બને છે.
કેટલા લોકોના બ્લેક ફંગસથી મોત થયા
આંકડાઓ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના કારણે લગભગ 3500 લોકોના મોત થયા છે. બ્લેક ફંગસ પણ કોરોનાની જેમ દરેક ઉંમરના લોકોને પોતાનો શિકાર બનાવે છે. કેન્દ્ર સરકાર અનુસાર બ્લે ફંગસની ઝપેટમાં આવનાર 32 ટકા દર્દીઓની ઉંમત 18થી 45 વર્ષ સુધી હતી. લગભગ 17,500 દર્દીઓ એવા હતા જેમની ઉંમર 45થી60 વર્ષની વચ્ચે હતી. તો 60 વર્ષથી વધુની ઉંમરના લગભગ 10,100 લોકો તેનો શિકાર થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર