Home /News /national-international /

કાળિયાર કેસ: સુનાવણી માટે જોધપુર પહોચ્યો સલમાન, બહેનો પણ આવી જોડે

કાળિયાર કેસ: સુનાવણી માટે જોધપુર પહોચ્યો સલમાન, બહેનો પણ આવી જોડે

    જોધપુર: સલમાન ખાન કાળિયાર શિકાર માટે 19 વર્ષ જુના કેસની સુનવણી માટે જોધપુર પહોંચી ગયો છે. ગુરૂવારે આ મામલે નિર્ણય સંભળાવવામાંઆવશે. જોદપુર એપોર્ટ પર જ સલમાન ખાન ભારે સુરક્ષા વચ્ચે નજર આવ્યો. આ સમયે તેની સાથે તેનો બોડીગાર્ડ શેરા અને બહેન અલવિરા અને અર્પિતા પણ સાથે આવી છે. અર્પિતા દીકરા આહિલને લઇને આવી છે.

    તેમની સાથે એક્ટર આફતાબ શિવદાસાની પણ નજર આવ્યો હતો. આવતી કાલે 5 એપ્રિલે કોર્ટ કાળિયાર હિરણ મામલે નિર્ણય સંભળાવશે. તે બાદ સલમાન ખાનને જેલ થશે કે પછી બેલ મળશે તેનો નિર્ણય થશે.





    તમામ આરોપી જોધપુર પહોચ્યા

    1998માં કાળિયાર શિકાર મામલે જોધપુર કોર્ટે આવતીકાલે અંતિમ નિર્ણય સંભળાવશે. આ કેસમાં સલમાન ખાન ઉપરાંત અન્ય આરોપીઓ તબ્બૂ, સોનાલી બેન્દ્રે, નિલમ અને સૈફ અલી ખાન પણ જોધપુર પહોંચી ચુક્યા છે.



    શું હતો આખો કેસ

    ફિલ્મ હમ સાથ સાથ હૈનાં શૂટિંગ દરમિયાન સલમાન ખાને ચિંકારાનો શિકાર કર્યો હતો. તેણે 15 ઓક્ટોબર 1998નાં રોજ આ શિકાર કર્યો હતો. શૂટિંગ દરમિયાન સલમાન તેનાં સાથી કલાકાર સાથે જીપમાં ગયો હતો અને તેણે જે હથિયારથી ચિંકારાનો શિકાર કર્યો હતો તેનું લાઇસન્સ પણ પહેલાં જ પતી ગયુ હતું. તેથી સલમાન ખાન અને તેનાં સાથીઓ વિરુદ્ધ વન વિભાગ દ્વારા જોધપુરમાં ચાર કેસ દાખલ કરવામાં આવ્યા છે. પહેલો કેસ આર્મ્સ એક્ટ હેઠળ છે અને બાકીનાં ત્રણ કેસ કાળિયારનાં શિકાર મામલે દાખલ કરવામાં આવ્યા છે.

    એરપોર્ટ પર તબ્બુ થઇ છેડતીનો શિકાર


    મુંબઇથી જોધપુર પહોંચેલી તબ્બૂની સાથે આ ઘટના ત્યારે બની જ્યારે તે એરપોર્ટની બહાર નીકળી રહી હતી. એક વ્યક્તિ તબૂની સાથે જ ચાલી રહેલા સુરક્ષાકર્મિઓની વચ્ચે ઘુસ્યો હતો અને તેણે આ શર્મનાક હરકત કરી હતી. જોકે આજ સમયે તબ્બૂની સાથે ચાલી રહેલા બાઉન્સર્સે આરોપીને ત્યાંથી હટાવી દીધો હતો પણ તબ્બૂ તેની સાથે બનેલી આ હરકત બાદ આઘાતમાં નજર આવી હતી. હાલમાં આ ઘટના અંગે કોઇ જ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

    તબ્બૂ જોધપુરમાં 19 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસ મામલે આવી હતી. આ મામલાનો અંતિમ નિર્ણય આવતીકાલે ગુરૂવારે આવશે. વર્ષ 1998માં આવેલી ફિલ્મ હમ સાથ સાથ હેની શૂટિંગ દરમિયાન સલમાન પર કાળિયારનો શિકાર કરવાનો આરોપ હતો. આ સાથે જ શિકાર સાથે જોડાયેલાં અન્ય સ્ટાર્સ સલમાનખાન, નીલમ, સોનાલી બેન્દ્રે અને સૈફ અલી ખાન પણ સલમાનની સાથે જિપ્સીમાં હાજર હતાં એટલે આ કેસમાં તેમને સલમાનને ઉક્સાવવાનો આરોપ છે.



    કાંકાણી ગામમાં બે કાળા હરણનાં શિકાર મામલે નીચલી કોર્ટમાં સુનવણી જારી છે. હવે પાંચ એપ્રિલ જોધપુરમાં આ મામલે સુનવણી થયા બાદ જોધપુર ગ્રામીણ જિલ્લા મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દેવ કુમાર ખત્રી નિર્ણય સંભળાવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Jodhpur, Saif ali khan, Tabu, અભિનેત્રી, સલમાન ખાન

    આગામી સમાચાર