Home /News /national-international /નડ્ડા દ્વારા ભાજપના સાંસદો અને નેતાઓની ઝાટકણી, કહ્યું -ધાર્મિક બાબતોના નિવેદનોથી દૂર રહો
નડ્ડા દ્વારા ભાજપના સાંસદો અને નેતાઓની ઝાટકણી, કહ્યું -ધાર્મિક બાબતોના નિવેદનોથી દૂર રહો
ભાજપ નેતાઓથી પાર્ટીના મોટા નેતાઓ નારાજ
ભાજપના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ( BJP chief JP Nadda) વિવાદાસ્પદ અને ધાર્મિક બાબતો પર આપવામાં આવેલા નિવેદનો પર પાર્ટીના સાંસદોની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, સાંસદોએ બજેટ અને સરકારી યોજનાઓની માહિતી આપવા માટે જનતાની વચ્ચે જવું જ જોઈએ, પરંતુ વિવાદાસ્પદ અને ધાર્મિક બાબતો પર નિવેદનો ન આપો.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના સાંસદોને પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓએ વિવાદાસ્પદ અને ધાર્મિક બાબતો પર નિવેદન આપવાનું ટાળવું જોઈએ. સાંસદોને બયાનબાજીથી દૂર રહેવા અને ખાસ કરીને ધાર્મિક બાબતો, સનાતન ધર્મ જેવા વિષયો પર નિવેદનો કરવાથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા (BJP chief JP Nadda)એ બજેટ અને રાષ્ટ્રપતિના સંબોધનને લઈને તમામ સાંસદો સાથે ઓનલાઈન બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન, જેપી નડ્ડાએ સાંસદોને કડક સૂચના આપી છે.
અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, સાંસદોએ અમુક મુદ્દાઓ પર નિવેદન આપવાથી બચવું પડશે. સાંસદોએ વિવાદાસ્પદ અને ધાર્મિક મુદ્દાઓ પર નિવેદનો કરવાથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, પાર્ટીમાં એક સિસ્ટમ છે અને સિસ્ટમ મુજબ પાર્ટીના અધિકૃત પ્રવક્તા જ આવા મુદ્દાઓ પર નિવેદનો આપે છે. જેપી નડ્ડાએ કહ્યું કે, ધાર્મિક બાબતો, સનાતન ધર્મ જેવા વિષયો પર ધ્યાન આપવામાં આવશે. રાજકીય લોકોએ આમાં પડવું જોઈએ નહીં અને બિનજરૂરી નિવેદનો કરવા જોઈએ નહીં. આ સાથે જેપી નડ્ડાએ એમ પણ કહ્યું કે, જે નેતાઓને બાગેશ્વર ધામમાં શ્રદ્ધા છે તેઓ ત્યાં જાય, પરંતુ બિનજરૂરી નિવેદનોથી દૂર રહે.
ભાજપ નેતાઓની નડ્ડા દ્વારા ઝાટકણી
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કોઈપણ સાંસદ અને નેતાઓ દ્વારા ધાર્મિક અને વિવાદાસ્પદ બાબતો પર આપવામાં આવતા નિવેદનોથી નારાજ છે. જેપી નડ્ડાએ ઓનલાઈન મીટિંગ દરમિયાન કહ્યું કે, બજેટ પર રાષ્ટ્રપતિનું સંબોધન, જનતામાં જાઓ, પ્રેસ કોન્ફરન્સ કરો, જેથી કેન્દ્ર સરકારની જનહિત યોજનાઓની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચી શકે. નડ્ડાએ કહ્યું કે, સાંસદોએ સ્થાનિક સંગઠનોની મદદથી બૂથ અને પાવર સેન્ટરને મજબૂત કરવા જોઈએ. નડ્ડાએ એમ પણ કહ્યું કે સાંસદોએ રમતગમતના કાર્યક્રમો સહિત અન્ય કાર્યક્રમો પૂરા કરવા જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર