રાજસ્થાનમાં ચૂંટણી પહેલા BJP MP કોંગ્રેસમાં જોડાયા: રાજકારણમાં ધમાચકડી

પ્રતિકાત્મક તસવીર (ફાઇલ તસવીર)

હરિશ મીના રાજસ્થાનમાં દૌસા બેઠક પરથી પ્રતિનિધિત્વ કરે છે. આ વિસ્તારમાં મીના સમાજ અને ગુજ્જર સમાજની વસ્તી ઘણી છે.

 • Share this:
  દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. જેમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીનાં સાંસદે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

  કોંગ્રેસ સ્થાનિક સામાજિક સમીકરણો ગોઠવી આગામી વિધાનસભા ચૂંટણી જીતવાનો તખ્તો તૈયાર કર્યો છે.

  ભાજપનાં દૌસા બેઠકનાં સાંસદ હરિશ મીના કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. હરિશ મીના ભાજપનાં જોડાયા હતા એ પહેલા રાજ્યનાં પોલીસ વડા હતા. આ પછી તેઓ રાજકારણમાં જોડાયા અને ભાજપની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.
  મીનાનું કોંગ્રેસમાં જોડાવું અગત્યનું પરિબળ સાબિત થાય એમ છે, કેમ કે, ભારતીય જનતા પાર્ટી છેલ્લા છ મહિનાથી રાજસ્થાનમાં મીના કોમ્યુનિટીને ભાજપ તરફ વાળવા માટે પ્રયાસ કરી રહી છે.

  થોડા મહિલાઓ પહેલા, ભાજપે મીના કોમ્યુનિટીનાં નેતા કિરોરી લાલ મીનાને પાછા ભાજપનાં લઇ આવ્યા હતા. 2013ની વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે ભાજપ છોડ્યો હતો અને પોતાનો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો પણ પાછળથી તેઓ ભાજપમાં જોડાયા અને તેમને રાજ્યસભાનાં સાંસદ તરીકે નિમવામાં આવ્યા હતા.

  હરિશ મીના રાજસ્થાનમાં દૌસા બેઠક પરથી પ્રતિનિધિત્વ કરે છે. આ વિસ્તારમાં મીના સમાજ અને ગુજ્જર સમાજની વસ્તી ઘણી છે.

  કોંગ્રેસનાં દિગ્ગજ નેતા રાજેશ પાયલોટ આ લોકસભા બેઠક પરથી ચાર વખત સાસંદ તરીકે ચૂંટાયેલા છે. તેમના પુત્ર સચીન પાયલોટ પણ આ બેઠક પરથી ચૂંટણી જીતેલા છે. કિરોરી મીના પણ આ બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે 1999માં સાંસદ તરીકે ચૂંટાયા હતા.

  દેશમાં મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તિસઢમાં વિધાનસભા ચૂંટણીઓ ચાલી રહી છે. આ તમામ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો 11 ડિસેમ્બરનાં રોજ જાહેર થશે.
  First published: