BJP જિલ્લા યુવા મોરચાના નેતાની તિક્ષણ હથિયારના ઘા મારી ક્રુર હત્યા, કારમાંથી મળી લાશ

એસયુવી ગાડીમાંથી લાશ મળી આવી

murder news- મૃતકના ગળા પર તિક્ષણ હથિયારના ઘા ના નિશાન છે. જેનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે

  • Share this:
    પલામું : ઝારખંડના (jharkhand)પલામુ (Palamu)જિલ્લામાં બીજેપી યુવા મોરચાના (BJP Youth Morcha)નેતાની હત્યાથી (Murder)સનસનાટી મચી ગઈ છે. હરિહરગંજ થાના રોડ નિવાસી 25 વર્ષીય ભાજપ યુવા મોરચાના જિલ્લા કોષાધ્યક્ષ સુમિત શ્રીવાસ્તવની (sumit srivastava)લાશ રવિવારે સવારે પહાડી મંદિરની પાસેથી તેની એસયુવી ગાડીમાંથી મળી આવી છે. મૃતકના ગળા પર તિક્ષણ હથિયારના ઘા ના નિશાન છે. જેનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે.

    આ સંબંધમાં મૃતકના પિતાએ જણાવ્યું કે શનિવારે રાત્રે લગભગ 10.30 કલાકે સુમિત જમ્યા પછી ઘરેથી 100 મીટર દૂર આવેલી પોતાની હોટલ અમૃતમાં ઉંઘવા માટે ગયો હતો. આ દરમિયાન એક ફોન આવવા પર સુમિત પોતાના નાના ભાઈ જતિન શ્રીવાસ્તવને બતાવીને હોટલથી કાર લઇને નીકળ્યો હતો.

    ભાજપા યુવા મોરચાના નેતા સુમિત શ્રીવાસ્તવના હત્યાના સમાચાર મળતા જ ઘટનાસ્થળે બીજેપી સહિત અન્ય દળોના નેતાઓ અને લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. બીજેપીના જિલ્લા અધ્યક્ષ વિજયાનંદ પાઠકે કહ્યું કે સુમિત શ્રીવાસ્તવ ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તા હતા. તેમના મોતથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. વર્તમાન સરકારમાં અપરાધીઓના મનોબળ વધી ગયા છે. શહેરના વેપારીઓએ ઘટનાના વિરોધમાં હરિહરગંજ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. તેમણે બાર કલાકની અંદર દોષીઓ અને અપરાધીઓની ધરપકડ નહીં થાય તો આંદોલનની ચેતાવણી આપી છે.

    આ પણ વાંચો - એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલી યુવતી ફાંસો ખાધેલી હાલતમાં મળી, બંને પક્ષો આમને-સામને, પથ્થરમારા સાથે થઈ જોરદાર બબાલ

    સૂચના મળવા પર પોલીસ નિરીક્ષક અને થાના પ્રભારી સુદામા કુમાર દાસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ કરી રહી છે.

    બાથરૂમમાં ગીઝરથી કરંટ લાગતા ભાજપા ધારાસભ્યની પુત્રવધુનું મોત

    હરિયાણાના ફતેહાબાદના ભાજપા ધારાસભ્ય દુડારામની પુત્રવધુ 32 વર્ષીય શ્વેતા બિશ્નોઇનું કરંટ લાગવાથી મોત થયું છે. જાણકારી પ્રમાણે ફતેહાબાદથી દુડારામ ભાજપાના ધારાસભ્ય છે. તેમની પુત્રવધુ શ્વેતા બિશ્નોઇ ગુરુવારે બાથરૂમમાં સ્નાન કરવા માટે ગઈ હતી. બતાવવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક ગીઝરમાં કરંટ હતો અને તેણે જેવો શાવર ચાલું કર્યો ત્યારે તેને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન શ્વેતા બેભાન થઇ ગઈ હતી. લગભગ અડધો કલાક સુધી તે બાથરૂમમાંથી બહાર ના નીકળી તો તેમના પરિવારજનોને શંકા ગઈ હતી. તેમણે દરવાજો ખખડાવ્યો તો કોઇ જવાબ આવ્યો ન હતો.
    Published by:Ashish Goyal
    First published: