Home /News /national-international /

કોલકાતામાં BJP કાર્યકરના મોત પર હંગામો, TMC પર રાજકીય હત્યાનો આરોપ, ગૃહમંત્રી અમિત શાહે CBI તપાસની માંગ કરી

કોલકાતામાં BJP કાર્યકરના મોત પર હંગામો, TMC પર રાજકીય હત્યાનો આરોપ, ગૃહમંત્રી અમિત શાહે CBI તપાસની માંગ કરી

Amit Shah- File Photo

Amit Shah Kolkata Visit: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપના કાર્યકરના મૃત્યુની સીબીઆઈ તપાસની માંગ કરી છે અને બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. વાસ્તવમાં, ભાજપ યુવા મોરચાના કાર્યકર અર્જુન ચૌરસિયાનો મૃતદેહ શુક્રવારે સવારે તેના ઘર પાસે શંકાસ્પદ સંજોગોમાં લટકતો મળી આવ્યો હતો.

વધુ જુઓ ...
    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah Kolkata Visit) ની મુલાકાતના થોડા કલાકો પહેલા જ કોલકાતામાં BJP કાર્યકરના મોતને (BJP worker's death in Kolkata) લઈને રાજકારણ ગરમાયું છે. અમિત શાહે આ મામલે CBI તપાસની માંગ કરી છે અને બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. હકીકતમાં, ભાજપ યુવા મોરચાના કાર્યકર અર્જુન ચૌરસિયાનો મૃતદેહ શુક્રવારે સવારે તેના ઘર પાસે શંકાસ્પદ સંજોગોમાં લટકતો મળી આવ્યો હતો.

    કોલકાતામાં અર્જુન ચૌરસિયાના પરિવારને મળ્યા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે હત્યામાં સામેલ કોઈ પણ દોષિતને છોડવામાં આવશે નહીં. ગૃહ મંત્રાલય પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી આવી રાજકીય હિંસાથી ચિંતિત છે અને મેં રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. પાર્ટી કાર્યકરની હત્યા બાદ અમિત શાહે તેમના સ્વાગત સાથે જોડાયેલા તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા હતા.

    આ પણ વાંચો: Tajinder Bagga Arrested: તજિંદર સિંહ બગ્ગાને પંજાબ પોલીસ પાસેથી છોડાવી લાવી દિલ્હી પોલીસ, જાણો શું-શું થયો ડ્રામા

    બીજેપીના બંગાળ યુનિટે એક ટ્વિટમાં લખ્યું કે, 27 વર્ષીય અર્જુન ચૌરસિયા ભારતીય યુવા મોરચા મંડળના ઉપાધ્યક્ષ હતા. જેમને ઉત્તર કોલકાતામાં ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો અને ફાંસી આપવામાં આવી હતી. વિરોધી રાજકીય કાર્યકરોની અવિરત હત્યાઓ પશ્ચિમ બંગાળમાં લોકશાહીના પતનને છતી કરે છે. ગયા વર્ષે ભાજપના 57 કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી. TMCએ માનવતાનું ગળું દબાવી દીધું છે.

    બંગાળના BJP નેતા રાહુલ સિન્હાએ (Rahul Sinha, BJP leader) આરોપ લગાવ્યો છે કે અર્જુનની હત્યા TMC ના ટોચના નેતાઓના આદેશ પર કરવામાં આવી હતી. કારણ કે તેઓ અમિત શાહનું સ્વાગત કરવાના હતા.

    આ પણ વાંચો: Loudspeaker Controversy: મસ્જિદમાં અજાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી : અલાહાબાદ હાઇકોર્ટ

    બીજી તરફ બંગાળમાં ભાજપના કાર્યકરના મોત બાદ રાજકીય ગરમાવો શરૂ થયો છે. CM મમતા બેનર્જી (CM Mamata Banerjee) ની તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ સતત એકબીજા પર હિંસા અને હત્યાનો આરોપ લગાવી રહ્યા છે. આજે બંને પક્ષના આગેવાનો અને કાર્યકરોએ મૃતક ચૌરસિયાના ઘરની બહાર કલાકો સુધી દેખાવો કર્યા હતા. ગૃહમંત્રીની મુલાકાત પહેલા આ પ્રદર્શનોને કારણે તણાવ વધી ગયો હતો.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Amit shah

    આગામી સમાચાર