પશ્ચિમ બંગાળમાં તિરંગો ફરકાવવા મામલે થયેલા વિવાદમાં BJP કાર્યકર્તાની હત્યા

News18 Gujarati
Updated: August 16, 2020, 8:52 AM IST
પશ્ચિમ બંગાળમાં તિરંગો ફરકાવવા મામલે થયેલા વિવાદમાં BJP કાર્યકર્તાની હત્યા
પ્રતીકાત્મક તસવીર

એક જ સ્થળે ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરાતાં તૃણમૂલ અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચે થયું ઘર્ષણ

  • Share this:
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ (West Bengal)ના હુગલી (Hooghly) જિલ્લામાં સ્વતંત્રતા દિવસ (Independence Day 2020)એ રાષ્ટ્રધ્વજ (National Flag) ફરકાવવાને લઈ થયેલા વિવાદમાં તૃણમૂલ કૉંગ્રેસ (All India Trinamool Congress)ના કાર્યકર્તાઓએ બીજેપી (BJP)ના એક કાર્યકર્તાની કથિત રીતે હત્યા કરી દીધી. ઘટના શનિવાર બપોરે જિલ્લાના ખાનકુંલ વિસ્તારમાં બની. આ સંબંધમાં પોલીસે 8 લોકોની ધરપકડ કરી લીધી છે. તૃણમૂલ કૉંગ્રેસે આ આરોપોને નકારી કાઢ્યા છે.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, બે સમૂહોની વચ્ચે તિરંગો ફરકાવવાને લઈ ઘર્ષણ થયું હતું. તેઓએ જણાવ્યું કે, એક વ્યક્તિની ઘર્ષણ દરમિયાન હત્યા કરી દેવામાં આવી. અમે 8 લોકોની ધરપકડ કરી છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

બીજેપીના સૂત્રો મુજબ, 40 વર્ષીય સુદર્શન પ્રામાણિકની તૃણમૂલના કાર્યકર્તાઓને હત્યા કરી દીધી. આ ઘટનાના વિરોધમાં પાર્ટીએ રવિવારે હુગલી જિલલામાં 12 કલાક બંધની જાહેરાત કરી છે.

આ પણ વાંચો, યુવકે ઝેર ભેળવેલો આઇસ્ક્રીમ ખવડાવી નાની બહેનની કરી હત્યા, કારણ જાણી પોલીસ ચોંકી ગઈ

બીજી તરફ, તૃણમૂલ કૉંગ્રેસ પોતાના પર લાગેલા આરોપને નકારી રહ્યું છે. તેમનો દાવો છે કે બીજેપીના આંતરિક કલહમાં પાર્ટીના કાર્યકર્તાઓએ વચ્ચે ઘર્ષણ થયું જેમાં તેમના જ કાર્યકર્તાનું મોત થયું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બીજેપી અને તૃણમૂલ કૉંગ્રેસ દ્વારા ગામમાં એક જ સ્થળે ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેના કારણે બંને પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને ઘર્ષણમાં બીજેપી કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી હતી.આ પણ વાંચો, UP: 13 વર્ષની સગીરા સાથે હેવાનિયત, ગેંગરેપ બાદ આંખો ફોડી, જીભ કાપીને કરી હત્યા

રાજ્ય બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, અમારા પાર્ટી કાર્યકર્તાની તિરંગો ફરકાવવાના મુદ્દે મારઝૂડ કરીને હત્યા કરી દેવામાં આવી છે. સ્વતંત્રતા દિવસે પણ અમારા કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તૃણમૂલના નેતા પ્રબીર ઘોષે આરોપથી ઇન્કાર કરી દીધો અને કહ્યું કે બીજેપીના બે જૂથમાં ઝઘડો તેની પાછળનું કારણ છે.
Published by: Mrunal Bhojak
First published: August 16, 2020, 8:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading