કોલકાતા. પશ્ચિમ બંગાળ (West Bengal)ની ચૂંટણીની વચ્ચે હવે 24 પરગણામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક કાર્યકર્તાની વૃદ્ધ માતાનું નિધન થયું છે. મૃતક શોવા મજૂમદાર (Shova Majumdar) 85 વર્ષનાં હતા. નોંધનીય છે કે, એક મહિના પહેલા બીજેપી કાર્યકર્તાના ઘર પર તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના કાર્યકર્તાઓએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં શોવા મજૂમદારને પણ ઈજાઓ થઈ હતી. શોવા મજૂમદારના મોત બાદ પશ્ચિમ બંગાળમાં બીજેપી મમતા બેનર્જી (Mamata Banerjee) ઉપર વધુ આક્રમક થઈ ગઈ છે.
ગૃહ મંત્રી અમિત શાહ એ પણ મૃતકને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે શોવા મજૂમદારના પરિવારના દર્દ અને ઘા લાંબા સમય સુધી મમતા બેનર્જીને પરેશાન કરતા રહેશે. તેઓએ કહ્યું કે બંગાળ હિંસાત્મક અને મહિલાઓ માટે સુરક્ષિત સમાજ માટે સંઘર્ષ કરશે.
Anguished over the demise of Bengal’s daughter Shova Majumdar ji, who was brutally beaten by TMC goons.
The pain & wounds of her family will haunt Mamata didi for long. Bengal will fight for a violence-free tomorrow, Bengal will fight for a safer state for our sisters & mothers. pic.twitter.com/ZmKNgjdMpH
બીજી તરફ, ટીએમસીના વરિષ્ઠ સાંસદ સૌગત રાયે કહ્યું કે, બીજેપી વર્કર ગોપાલ મજૂમદારની તેમના ઘરની સામે જ ટીએમસી કાર્યકર્તાઓ સાથે એક મહિના પહેલા ઝડપ થઈ હતી. આ દરમિયાન ગોપાલ નીચે પડી ગયા, જેને જોઈ તેમની માતાને લાગ્યું કે તેમના દીકરા પર હુમલો થયો છે. તેઓ ગુસ્સામાં ઝડપથી દોડતી આવી અને આ દરમિયાન તેઓ પણ પડી ગયા. સૌગત રાયે આ ઉપરાંત કહ્યું કે અનેક બીમારીઓથી પીડિત 85 વર્ષીય મહિલાનું આજે અવસાન થયું છે. તેમના નિધની દુઃખ છે, પરંતુ તેનો ગોપાલ અને ટીએમસી સમર્થકની વચ્ચે થયેલા ઘર્ષણ સાથે કોઈ લેવા-દેવા નથી.
મૂળે, ઉત્તર દમદમ વિસ્તારમાં 27 ફેબ્રુઆરીએ બીજેપી કાર્યકર્તા ગોપાલ મજૂમદારની ટીએમસી સમર્થકોની સાથે ઝડપ થઈ ગઈ હતી. બીજી તરફ મજૂમદારની માતાએ દાવો કર્યો હતો કે તેમને અને તેમના દીકરાને તૃણમૂલ કૉંગ્રેસના લોકોએ માર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે હુમલો કરનારા તેમને ધમકી આપીને ગયા હતા કે આ વિશે કોઈને પણ કંઈ ન કહે. જોકે પોલીસ અધિકારીએ દાવો કર્યો હતો કે બીજેપી સમર્થકની મતા પર હુમલો નહોતો થયો અને તેમના ચહેરો કોઈ બીમારીના કારણે સૂજી ગયો છે.
મામલાની ગંભીરતાને જોતાં બીજેપીએ હોબાળો કર્યો તો પોલીસ અધિકારીઓએ કહ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે. તેઓએ જણાવ્યું હતું કે આ ઘટના માટે જવાબદાર લોકોની હજુ સુધી ઓળખ નથી થઈ શકી કારણ કે તેઓ માસ્ક પહેર્યા હતા. તેઓએ કહ્યું કે આ ઘટનાની તપાસ રાજકીય પ્રતિદ્વંદતા તથા પારિવારિક સહિત બીમારીના દૃષ્ટિકોણને જોઈને કરવામાં આવી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર