Home /News /national-international /

BJP પ્રવક્તાની tweet: ‘અમિત શાહ યુપીને બચાવી લો’

BJP પ્રવક્તાની tweet: ‘અમિત શાહ યુપીને બચાવી લો’

ઉન્નાવ કાંડને લઇને ઉત્તર પ્રદેશની યોગી સરકાર ચારે તરફ ઘેરાતી દેખાઈ રહી છે. આ મામલામાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર ઉપર રેપ અને હત્યાના ગંભીર આરોપ લાગ્યા છે.

ઉન્નાવ કાંડને લઇને ઉત્તર પ્રદેશની યોગી સરકાર ચારે તરફ ઘેરાતી દેખાઈ રહી છે. આ મામલામાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર ઉપર રેપ અને હત્યાના ગંભીર આરોપ લાગ્યા છે.

  ઉન્નાવ કાંડને લઇને ઉત્તર પ્રદેશની યોગી સરકાર ચારે તરફ ઘેરાતી દેખાઈ રહી છે. આ મામલામાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર ઉપર રેપ અને હત્યાના ગંભીર આરોપ લાગ્યા છે. એક તરફ સરકાર એસઆઇટીની રચના કરીને નિષ્પક્ષ તપાસ કરવાની વાત કરી રહી છે તો બીજી તરફ રેપ પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોતને લઇને હાઇકોર્ટે આપોઆપ જ સમજશક્તિ દર્શાવી છે. જ્યારે વિપક્ષ સતત યોગી સરકાર ઉપર હુમલો કરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં બીજેપીના પ્રવક્તાએ યોગી સરકારની કાર્યવાહી ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે. બીજેપીની મીડિયા પેનલિસ્ટ દીપ્તિ ભારદ્વાજે ઉન્નાવ કેસમાં ટ્વિટ કરીને સરકાર ઉપર સવાલ ઉઠાવ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાસે આ કેસમાં પાર્ટી અને સરકારની છાપને બચાવવાની અપીલ કરી છે.  બે ત્રણ દિવસોના ઘટનાક્રમ ઉપર મારું રિએક્શન
  ટ્વિટને લઇને ન્યૂઝ 18 સાથે વાત કરતા દીપ્તિ ભારદ્વાજે કહ્યું હતું કે, એ મહિલાઓના સમ્માનની વાત હતી. પાછલા બે-ત્રણ દિવસોમાં જે ઘટનાક્રમ સામે આવ્યો છે એના ઉપર ટ્વિટમાં મારું રિએક્શન હતું. સરકારની કાર્યવાહીના કારણે પાર્ટી બેકફૂટ પર આવી ગઇ છે. અમે કાર્યકર્તા છીએ. અમારે રોજ જનતાને ફેસ કરવાના હોય છે. આ મુદ્દા પર અમારા માટે ફેસ સેવિંગ કરવું મુશ્કેલ છે.  મારા પ્રમાણે સરકારે તુરંત ધારાસભ્ય સામે પગલાં ભરવા જોઇએ
  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા પ્રમાણે સરકારે તુરંત ધારાસભ્ય સામે પગલાં ભરવા જોઇએ. સમાજમાં આપણે મહિલાઓની સમ્માનની વાત કરીએ છીએ. ત્રણ તલાક મુદ્દે પણ અમે મહિલાઓની લડાઇ લડી રહ્યા છીએ. વારંવાર કાર્યક્રમો આયોજીત કરીએ છીએ. આ દિશામાં મોદીજીનો એક પ્લાન ઓફ એક્શન છે. અમિત શાહ સ્વંય પાર્ટીને એક દિસા તરફ લઇ જઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે આવા સમાચાર આપણને બેકફૂટ પર લાવે છે. આપણી કથની અને કરણીમાં અંતર દેખાવાનું શરૂ થઇ જાય છે. આપણે બોલીએ બીજું છીએ અને કરીએ બીજું. આ જે વિરોધાભાસ ઊભું કરનારી સ્થિતિ છે તેના ઉપર મારું એક્શન હતું.  જે સંસાધન ઉપલબ્ધ થાય એના થકી મારી વાતને પહોંચાડીશ
  પોતાની વાત પાર્ટી ફોરમમાં ઉઠાવવી જોઇએ આ સવાલ ઉપર દીપ્તિ ભારદ્વાજે કહ્યું કે ટ્વિટર જેવા પ્લેટફોર્મ છે. જ્યાં અમે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે સંવાદ કરી શકીએ છીએ. હું ખુબ નાની કાર્યકર્તા છું. બની શકે કે મને તેમને મળવાનો મોકો પણ ન મળે. એટલા માટે જે ઉપલબ્ધ સંસાધન છે એના થકી મારી વાતને પહોંચાડીશ.

  હું પાર્ટીના વિરોધમાં પણ નથી. હું પાર્ટીના હિતની વાત કરી રહી છું
  દીપ્તીએ વધુમાં જણાવ્યું હતું કે, હું પાર્ટીનું અહિત નથી વિચારતી. હું પાર્ટીના વિરોધમાં પણ નથી. હું પાર્ટીના હિતની વાત કરી રહી છું. 2019માં અમે ઇચ્છીએ છીએ કે મોદીજી ફરીથી આવે. આવા અભિયાનમાં ક્યાંકે આવા સમાચારથી લાગેલા કલંકને ધોઇ નથી શકાતા. આ ડેમેજ છે જે આખી સાસાયટીને ખબાર કરી દે છે. આખી પાર્ટીને બેકફૂટ પર લાવી દે છે.

  યોગીજી પોતાનું કામ કરી રહ્યા છે. સતત ગુનાઓનો ગ્રાફ ઓછો થયો
  તેમણે વધુમાં કહ્યં કે યોગીજી પોતાનું કામ કરી રહ્યા છે. સતત ગુનાઓનો ગ્રાફ ઓછો થતો જાય છે. મહિલાઓની સુરક્ષાને લઇને કામ થઇ રહ્યું છે. પરંતુ આ મુદ્દે રેપ પીડિતાએ જેવી રીતે નિવેદન આપ્યું છે કે કાલે સ્વામી ચિન્મયાનંદ વિરૂદ્ધ લાગેલા રેપનો મામલો પાછો લેવાની વાત છે. આ પ્રકારની ઝડપી કાર્યવાહી જેમાં આરોપીને બચાવવું દેખાય.

  રેપ પીડિતાને સાંભળીએ પણ નહીં એ ઠીક નથી
  આપણે સમાજમાં નબળી માનવામા આવતી મહિલાઓ સાથે ઊભું રહેવું જોઇએ. મોભાદાર વ્યક્તિને બચાવવા માટે આપણે રેપ પીડિતાને સાંભળીએ પણ નહીં એ ઠીક નથી. જે સમાજમાં વિકૃતિ પેદા કરે છે. તેમણે કહ્યું કે રાજકારણ કેટલી હદ સુધી નીચું થઇ શકે. નીચું પડવાનું પણ કોઇ સ્તર નક્કી કરવું જોઇએ.
  Published by:Ankit Patel
  First published:

  Tags: BJP worker, Deepti bhardwaj, Tweet, Unnao rape case in lucknow, અમિત શાહ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन