BJP મહિલા કાર્યકર્તાનાં સિનીયર નેતા સામે જાતિય સતામણીનાં આરોપ
વધુમાં જ્યારે નવીન પોલીસમાં ફરિયાદ કરવા ગયો તો તેને ખબર પડી કે બિટ્ટીએ જ્યારે તે હોસ્પિટલમાં બેભાન હતો ત્યારે કાગળ પર તેની જોડે અંગૂઠો પણ લગાવી લીધો છે કે તેમની વચ્ચે સમજૂતી થઇ ગઇ છે. આમ નવીન હાલ બધી જ જગ્યાએથી પોતાને અસર્મથ સમજી રહ્યો છે. જો કે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
જાતિય સાતમણી થયા પછી પક્ષમાં સિનીયર નેતાઓનું ધ્યાન દોર્યુ હતું પણ તેમણે આ અંગે કોઇ પગલા લીધા નહીં.
ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતી મહિલા કાર્યકર્તાઓએ પાર્ટીનાં સિનીયર નેતા સામે જાતિય સતામતીનાં આરોપ કરતાં પાર્ટીને નેતાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે અને પીડિત મહિલાએ પોલીસને ઇ-મેઇલ દ્વારા ફરિયાદ મોકલી આપી છે.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડનાં ભાજપની મહિલા કાર્યકર્તાએ ભાજપનાં જ સિનીયર નેતા સંજય કુમાર પર જાતિય સતામણીનાં આરોપ લગાવ્યા હતા. મહિલાએ આ મામલે ઇ-મેઇલ દ્વારા પોલીસને ફરિયાદ મોકલી આપી છે. આ મામલ તપાસ થઇ રહી છે તેમ અડિશ્નલ ડારેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) અશોક કુમારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, પોલીસને આ ફરિયાદ મળી છે અને આ મામલે પોલીસ અધ્યક્ષ સરિતા દાભોલ તપાસ કરી રહ્યા છે.”
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ભાજપના નેતા સંજય કુમારે આ આરોપ થયા પછી પાર્ટીમાં તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સંજય કુમાર પ્રદેશ ભાજપમાં જનરલ સેક્રેટરી (સંગઠન) તરીકે હોદ્દા પર હતા.
ભાજપની મહિલા કાર્યકર્તાએ એવો આરોપ લગાવ્યો હતો કે, થોડા મહિનાઓ પહેલા તે પક્ષનાં નેતા સંજય કુમાર સાથે સંપર્કમાં આવ્યા હતા અને આ પછી તેમણે, તેની સાથે જાતિય સતામણી શરૂ કરી હતી.
મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો કે, તેમની સાથે જાતિય સાતમણી થયા પછી પક્ષમાં સિનીયર નેતાઓનું ધ્યાન દોર્યુ હતું પણ તેમણે આ અંગે કોઇ પગલા લીધા નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર